શોધખોળ કરો

Data Leak Alert: 14.9 કરોડ લોકોના Gmail-Instagram પાસવર્ડ લીક! તમારું એકાઉન્ટ સેફ છે?

14.9 Crore Data Leak: ટૂંકો સારાંશ સાયબર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. 'ઇન્ફોસ્ટીલર' માલવેર દ્વારા વિશ્વભરના 14.9 કરોડ એકાઉન્ટના પાસવર્ડ લીક થયા છે. જેમાં જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે.

14.9 Crore Data Leak: જો તમે સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે લાલબત્તી સમાન છે. ઓનલાઇન દુનિયામાં અત્યાર સુધીની સૌથી મોટી ઘૂસણખોરીની ઘટના સામે આવી છે. સાયબર સુરક્ષા સંશોધક જેરેમિયા ફોવલરે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે વિશ્વભરના આશરે 14.9 Crore (૧૪.૯ કરોડ) યુઝર્સના યુનિક લોગિન આઈડી અને પાસવર્ડ લીક થઈ ગયા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાથી લઈને બેંકિંગ સેક્ટર સુધી ખળભળાટ મચાવી દીધો છે.

તજજ્ઞોના મતે, આ જંગી ડેટા ચોરી પાછળ એક ખાસ પ્રકારનો વાયરસ જવાબદાર છે, જેને 'ઇન્ફોસ્ટીલર' (InfoStealer) માલવેર કહેવામાં આવે છે. આ સોફ્ટવેર અત્યંત ચાલાકીથી કામ કરે છે. તે નકલી ઈમેલ એટેચમેન્ટ, ફેક સોફ્ટવેર અપડેટ્સ કે શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ઘૂસી જાય છે. એકવાર ઇન્સ્ટોલ થયા પછી, તે તમે ટાઈપ કરેલી તમામ માહિતી ચોરી કરીને હેકર્સ સુધી પહોંચાડે છે.

લીક થયેલા ડેટામાં તમારી ડિજિટલ લાઈફના લગભગ તમામ પાસાઓ આવરી લેવાયા છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનોરંજન માટે વપરાતા નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ તેમજ જીમેલ, યાહૂ અને આઉટલુક જેવી ઈમેલ સર્વિસ પણ સુરક્ષિત રહી નથી.

લીક થયેલા ડેટાના આંકડા અત્યંત ડરામણા છે. ફોવલરના રિપોર્ટ મુજબ, સૌથી વધુ ફટકો જીમેલ યુઝર્સને પડ્યો છે, જેના 48 Million (૪.૮ કરોડ) એકાઉન્ટ્સની વિગતો લીક થઈ છે. તે પછી ફેસબુકના 17 Million (૧.૭ કરોડ) અને ઇન્સ્ટાગ્રામના 6.5 Million (૬૫ લાખ) એકાઉન્ટ્સનો ડેટા એક્સપોઝ થયો છે, જે યુઝર્સની પ્રાઈવસી માટે મોટો ખતરો છે.

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ આર્થિક સુરક્ષા પણ જોખમમાં છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binance ના 4.20 લાખ એકાઉન્ટ્સ અને લાખો નેટફ્લિક્સ (3.4 Million) યુઝર્સનો ડેટા પણ જાહેર થઈ ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ડેટા કોઈપણ જાતના સિક્યુરિટી એન્ક્રિપ્શન વગર ખુલ્લા સર્વર પર છોડી દેવામાં આવ્યો હતો, જેના કારણે હેકર્સ માટે તેને મેળવવો રમત વાત બની ગઈ હતી.

આ સ્થિતિમાં સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય છે. જો તમને જરા પણ શંકા હોય તો તરત જ તમારા તમામ મુખ્ય એકાઉન્ટ્સ, ખાસ કરીને બેંકિંગ અને ઈમેલના પાસવર્ડ બદલી નાખો. સુરક્ષા વધારવા માટે તમામ પ્લેટફોર્મ પર 'ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન' (2FA) સક્રિય કરવું અનિવાર્ય છે, જેથી કોઈ પાસવર્ડ ચોરી લે તો પણ એકાઉન્ટ ખોલી ન શકે.

છેલ્લે, ભવિષ્યમાં આવા જોખમથી બચવા માટે સતર્ક રહેવું જરૂરી છે. તમારા મોબાઈલ અને લેપટોપને સારા એન્ટીવાયરસ સોફ્ટવેરથી સ્કેન કરતા રહો. કોઈપણ અજાણી લિંક કે શંકાસ્પદ મેલ પર ક્લિક કરવાનું ટાળો અને બિનજરૂરી એપ્સ ડાઉનલોડ કરવાથી દૂર રહો. તમારી નાનકડી ભૂલ મોટી મુસીબત નોંતરી શકે છે.

ટોપ સ્ટોરી

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget