Meta : મહિલાની થથરાવી મુકતી ચેતવણી, સોશિયલ મીડિયાથી થઈ શકે છે લાશોના ઢગલા
હોગને વર્ષ 2021 સુધી ફેસબુકમાં કામ કર્યું છે. જ્યારે તેણે ધ ફેસબુક ફાઇલ્સ નામનો દસ્તાવેજ લીક કર્યો છે જે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
Meta whistleblower Frances Haugen : મેટા વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોજેને સનસનાટીપૂર્ણ ભવિષ્યવાણી કરી છે. ફ્રાન્સિસ હોજેનનું કહેવું છે કે, જો સોશિયલ મીડિયામાં સુધારો નહીં કરવામાં આવે તો આવનારા વર્ષોમાં લાખો લોકો (10 મિલિયનથી વધુ) મૃત્યુ પામી શકે છે. બિઝનેસ ઈનસાઈડર ઈન્ડિયાના અહેવાલ મુજબ, હોજેને સન્ડે ટાઈમ્સ સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું. હોગને વર્ષ 2021 સુધી ફેસબુકમાં કામ કર્યું છે. જ્યારે તેણે ધ ફેસબુક ફાઇલ્સ નામનો દસ્તાવેજ લીક કર્યો છે જે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં કર્મચારીઓ વચ્ચે સંશોધન અહેવાલો અને ચર્ચાઓનો પણ સમાવેશ થાય છે.
Instagramની અસરોને ઓછો અંદાજ
રિપોર્ટમાં ઉદાહરણો ટાંકીને, જર્નલે કહ્યું હતું કે, Meta કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર Instagramની અસરોને ઓછો અંદાજ આપે છે. ફેસબુકે ભારતમાં ધાર્મિક નફરત ફેલાવવામાં મદદ કરી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, ફ્રાન્સિસ હોજેને એક લેખ લખ્યો છે જેમાં તેણે કહ્યું છે કે, પારદર્શિતાના અભાવે સોશિયલ મીડિયાને હજુ પણ નુકસાન થઈ રહ્યું છે. તેના પ્રમાણે મેટાનો નફો "ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના જાહેર વર્ણનો અને સત્ય વચ્ચે કેટલું મોટું અંતર છે તે કોઈ જાણતું નથી" પર નિર્ભર છે.
સોશિયલ મીડિયામાં સુધારાની જરૂર
હોજેન માને છે કે, સોશિયલ મીડિયામાં સુધારાની જરૂર છે અને સાથે જ આપણે સોશિયલ મીડિયાને સમજવાની રીતમાં પણ સુધારો કરવો પડશે. વાસ્તવિકતા એ છે કે, સંસ્કૃતિ બદલવી સરળ નથી. તેણે (મેટા વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોજેન)એ સન્ડે ટાઇમ્સને કહ્યું હતું કે, હું આ લેખિત વૃતાંતને જોઉં છું કે અમે આના પર કેવી રીતે સંમત થઈ શકીએ. જો આપણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવીએ તો આવતા 20 વર્ષમાં ઘણા લોકો મૃત્યુ પામશે.
મ્યાનમારમાં નરસંહારમાં ફેસબુકનું યોગદાન
રોઇટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્રના તપાસકર્તાઓએ કહ્યું હતું કે, મ્યાનમારમાં થયેલા નરસંહારમાં ફેસબુકનું મહત્ત્વનું યોગદાન છે. બ્રિટિશ કિશોરની આત્મહત્યા માટે દોષી ઠેરવ્યા બાદ Instagramએ ઘણા નીતિવિષયક ફેરફારો કર્યા છે. દુનિયાભરમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયા તે ઘટનાનું કારણ હતું.
Elon Muskને ટ્વીટર ખરીદવું ભારે પડ્યું, એકઝાટકે ઘટી ગઇ આટલી બધી વેલ્યૂ અને નફો
ટ્વીટરને લઇને મોટા સામાચાર વહેતા થયા છે, ટ્વીટરનું મૂલ્ય હવે માત્ર 15 અબજ ડૉલર રહી ગઇ છે, જે એલન મસ્ક અને તેમના સહ-રૉકાણકારો દ્વારા પ્લેટફોર્મ ટ્વીટર ખરીદવા માટે ચૂકવવામાં આવેલા 44 અબજ ડૉલરથી 66 ટકા ઓછી છે. મસ્કે સત્તા સંભાળી ત્યારથી ટ્વીટર આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, નાણાકીય સેવાઓની મોટી કંપની ફિડેલિટીએ તેના પૉર્ટફોલિયો મૂલ્યાંકનના માસિક અહેવાલમાં અનુમાન લગાવ્યું છે કે, માઇક્રૉ-બ્લૉગિંગ પ્લેટફોર્મ માટે એલન મસ્ક દ્વારા ચૂકવવામાં આવેલી કિંમત હવે માત્ર એક તૃતીયાંશ રહી ગઇ છે.