શોધખોળ કરો

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

HMPV Cases: રાજ્યમાં અત્યાર સુધીમાં HMPV ના કુલ 6 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદના ચાર, સાબરકાંઠા જિલ્લામાંથી એક અને કચ્છ જિલ્લામાંથી એક કેસનો સમાવેશ થાય છે

HMPV Cases: અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ 4 વર્ષના બાળકમાં હ્યૂમન મેટાપ્યૂમૉવાયરસ (HMPV) ચેપની પુષ્ટિ થઈ છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં HMPVનો આ પાંચમો કેસ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પૉરેશનના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 4 વર્ષના બાળકમાં HMPV ચેપની પુષ્ટિ થઈ છે. આ બાળક અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો રહેવાસી છે અને તેને 13 જાન્યુઆરીએ ખાંસી, શરદી અને તાવની ફરિયાદ સાથે ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તે જ દિવસે હૉસ્પિટલમાં લેવામાં આવેલા પરીક્ષણોમાં બાળક HMPV ચેપથી પીડાતું હોવાનું જાણવા મળ્યું.

રાજ્યમાં અત્યાર સુધીમાં HMPV ના કુલ 6 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદના ચાર, સાબરકાંઠા જિલ્લામાંથી એક અને કચ્છ જિલ્લામાંથી એક કેસનો સમાવેશ થાય છે. આ સિઝનમાં અમદાવાદમાં HMPVનો પહેલો કેસ 6 જાન્યુઆરીએ નોંધાયો હતો. ચીનમાં ફાટી નીકળ્યા પછી આ રોગ ચર્ચામાં આવ્યો. ભારતમાં HMPV વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ચીનમાં ઉદ્ભવેલા આ વાયરસની ઝપેટમાં હવે ઘણા પડોશી દેશો પણ આવી ગયા છે.

પહેલીવાર 2001 માં થઇ હતી આ વાયરસની ઓળખ - 
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, HMPV કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ સૌપ્રથમ 2001 માં થઈ હતી અને તે વર્ષોથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે HMPV ને ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. તો આ બહુ ચિંતાનો વિષય નથી.

સામાન્ય તાવ, શરદી અને ફૂલ જેવા હોય છે લક્ષણો  - 
હ્યૂમન મેટાપ્યૂમૉવાયરસ અથવા HMPV એ એક શ્વસન વાયરસ છે જે માનવ ફેફસાં અને શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. તે સામાન્ય રીતે એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે જે સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવી હોય છે. આ વાયરસનો ચેપ પહેલાથી જ આવા રોગો અથવા એલર્જીથી પીડાતા લોકોમાં સામાન્ય છે.

માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) શું છે?

HMPV એક સામાન્ય શ્વસન રોગ છે. આ વાયરસ શ્વસન માર્ગમાં પ્રવેશીને નીચલા અને ઉપલા શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. આ કોઈ નવી શોધ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા દેશોમાંથી કેસ નોંધાયા છે. HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ સારવાર નથી અને તેના ફેલાવાને નિયંત્રિત કરવા માટે નિવારણ એ સૌથી મહત્વપૂર્ણ છે.

HMPV વાયરસના લક્ષણો

HMPV ચેપના સામાન્ય લક્ષણોમાં ખાંસી, શરદી, તાવ વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, ચેપ શ્વાસ લેવામાં તકલીફ અને નાક બંધ થવાનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો

અમદાવાદીઓ સાવચેત રહેજો! HMPVનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો, કચ્છના 59 વર્ષીય પુરુષ સંક્રમિત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Embed widget