Navsari News : યુવતીએ તળાવમાં કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ
Navsari News : યુવતીએ તળાવમાં કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ
નવસારી શહેરમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ થયો છે. દૂધિયા તળાવમાં કુદી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. નવસારી ફાયરના જવાનોએ યુવતીનો જીવ બચાવ્યો. યુવતીના આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ યુવતીનો જીવ બચાવ્યો. કયા કારણોસર યુવતીએ આ પ્રકારે પગલું ભર્યું તે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.
વીડિયોમાં જોઇ શકાય છે કે, એક યુવતી દૂધિયા તળાવમાં કૂદી ગયેલી છે, જેને ફાયર વિભાગના જવાનો બહાર કાઢી રહ્યા છે. જોકે, યુવતીએ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયું નથી. તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.




















