શોધખોળ કરો

ફોનમાંથી અચાનક મોબાઇલ નેટવર્ક ગાયબ થઈ ગયું? તમારું SIM હેક તો નથીને? કરો આ કામ

SIM Swap Attack એક એવો સાયબર ફ્રોડ છે, જેમાં ઠગ તમારી ટેલિકોમ કંપનીને ગેરમાર્ગે દોરી તમારા મોબાઇલ નંબરને પોતાના SIM કાર્ડ પર ટ્રાન્સફર કરાવી લે છે.

SIM Swap Attack :ઘણી વખત ફોનમાં અચાનક નેટવર્ક જતું રહે છે અને લોકો તેને ટેલિકોમ કંપનીની ટેક્નિકલ સમસ્યા અથવા નબળા કવરેજ તરીકે માનીને અવગણે છે. પરંતુ દરેક વખતે નેટવર્ક ગાયબ થવું સામાન્ય બાબત નથી. કેટલાક કિસ્સાઓમાં તે સાયબર ઠગો દ્વારા કરવામાં આવતા ખતરનાક SIM Swap Attackનો સંકેત પણ હોઈ શકે છે. આ કારણે સરકારી એજન્સીઓ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી રહી છે.

શું છે SIM Swap Attack?

SIM Swap Attack એક એવો સાયબર ગુનો છે જેમાં ગુનેગારો તમારી ટેલિકોમ કંપનીને છેતરીને તમારા મોબાઇલ નંબરને તેમના SIM કાર્ડ પર એક્ટિવ કરાવી લે છે. એકવાર નંબર બીજા SIM પર એક્ટિવ થઈ જાય પછી તમારા ફોનમાં નેટવર્ક બંધ થઈ જાય છે અને કોલ, મેસેજ તેમજ OTP સીધા ઠગ સુધી પહોંચવા લાગે છે.

આજકાલ બેંકિંગ, સોશિયલ મીડિયા અને ઘણી ઓનલાઈન સેવાઓ મોબાઇલ નંબર દ્વારા ઓળખની પુષ્ટિ કરે છે. આવી સ્થિતિમાં જો તમારો નંબર કોઈ અન્ય વ્યક્તિના કબજામાં પહોંચી જાય તો તે તમારા મહત્વના એકાઉન્ટ્સમાં પ્રવેશ મેળવી તેનો દુરુપયોગ કરી શકે છે.

સરકારે જાહેર કરી ચેતવણી

તાજેતરમાં Ministry of Electronics and Information Technology (MeitY)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને આ ખતરાથી સાવચેત રહેવાની અપીલ કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે જો તમારા ફોનમાં અચાનક લાંબા સમય સુધી નેટવર્ક ન આવે, કોલ અને મેસેજ મળવાનું બંધ થઈ જાય અને તેનું કોઈ સ્પષ્ટ કારણ ન દેખાતું હોય તો આ બાબતને હળવાશથી લેવી જોઈએ નહીં.

જોકે કેટલીક વખત નેટવર્ક આઉટેજ પણ હોઈ શકે છે, પરંતુ કોઈ કારણ વગર લાંબા સમય સુધી સેવા બંધ રહેવી SIM સાથે ચેડાં થયાનો સંકેત હોઈ શકે છે.

SIM Swap Attackની આશંકા હોય તો શું કરવું?

જો તમને લાગે કે તમારી સાથે આવું કંઈક થઈ રહ્યું છે તો સૌથી પહેલા બીજા ફોનમાંથી તમારી ટેલિકોમ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરો. તેમને પૂછો કે તમારા SIM અથવા મોબાઇલ નંબર સાથે તાજેતરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં.

જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થાય તો તરત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવો. જેટલી ઝડપથી કાર્યવાહી થશે તેટલી ઝડપથી તમારા બેંક એકાઉન્ટ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને અન્ય ડિજિટલ સેવાઓને સુરક્ષિત કરી શકાશે.

આ પણ વાંચો: Social Media Outage: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યુઝર્સ નથી કરી શકતા નવી પોસ્ટ

 SIM Swap ફ્રોડથી કેવી રીતે બચશો?

સાયબર ગુનેગારોથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે. તમારા મોબાઇલ નંબરની વધારાની સુરક્ષા માટે ટેલિકોમ કંપની દ્વારા આપવામાં આવતી Carrier PIN અથવા IVR Lock જેવી સુવિધાઓનો ઉપયોગ કરો.

ક્યારેય કોઈ વ્યક્તિ સાથે OTP, બેંકિંગ માહિતી, પાસવર્ડ અથવા અન્ય ખાનગી વિગતો શેર ન કરો, ભલે તે પોતાને બેંક અથવા ટેલિકોમ કંપનીનો કર્મચારી હોવાનું કહેતો હોય.

આ ઉપરાંત જો તમારા મોબાઇલ નંબર પર કોઈ અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળે, જેમ કે અચાનક નેટવર્ક ગાયબ થઈ જવું, કોલ કે મેસેજ આવવાનું બંધ થઈ જવું, તો તરત જ તમારા સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરીને તપાસ કરાવો.

ટોપ સ્ટોરી

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Embed widget