Network Service: Good News! કોલ ડ્રોપ અને સ્લો ડેટા સ્પીડથી ટૂંક સમયમાં મળી શકે છે છૂટકારો, સરકારે 28 ડિસેમ્બરે બોલાવી બેઠક
જો તમારે પણ વાંરવાર Call Drop અને Slow Data Speedની મુશ્કેલીઓ આવી રહી છે, તો આ મુશ્કેલી જલ્દી જ દુર થઇ જશે.
જો તમારે પણ વાંરવાર Call Drop અને Slow Data Speedની મુશ્કેલીઓ આવી રહી છે, તો આ મુશ્કેલી જલ્દી જ દુર થઇ જશે. ઘણા વપરાશકર્તાઓ આ વિશે ખૂબ જ ચિંતિત છે. આ સમસ્યા એટલા માટે પણ ગંભીર છે કારણ કે ઘણી સર્વિસ પ્રોવાઈડર ટેલિકોમ કંપનીઓ દાવો કરે છે કે તેમનું નેટવર્ક શ્રેષ્ઠ છે. આ વિશે જ એક મહત્વની બેઠક થવા જઈ રહી છે.
મોટાભાગના લોકો કોલ ડ્રોપ અને ડેટા સ્પીડથી હેરાન થઇ રહ્યા છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં કોલ ડ્રોપ અને સ્લો ઈન્ટરનેટની ફરિયાદો આવી રહી છે. આ બાબત એટલા માટે પણ ગંભીર છે કારણ કે ઘણી સર્વિસ પ્રોવાઈડર ટેલિકોમ કંપનીઓ દાવો કરે છે કે તેમનું નેટવર્ક શ્રેષ્ઠ છે.પરંતુ, તમામ ટેલિકોમ કંપનીઓના યુઝર્સ આ અંગે ફરિયાદ કરતા રહે છે. ટૂંક સમયમાં તમે કોલ ડ્રોપ અને ધીમી ઇન્ટરનેટ સ્પીડથી તમે છુટકારો મેળવી શકશો. સૂત્રો મુજબ, ટેલિકોમ વિભાગ સેવાઓની ગુણવત્તા સુધારવા માટે ટેલિકોમ કંપનીઓને સૂચના આપવાની તૈયારી કરી રહ્યું છે.
28મી ડિસેમ્બરે બેઠક યોજાશે
ટેલિકોમ મંત્રાલય યુઝર્સને કોલ ડ્રોપ અને ધીમી ડેટા સ્પીડથી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્રેટરી પોતે 28મી ડિસેમ્બરે તમામ ટેલિકોમ કંપનીઓ સાથે મહત્વની બેઠક કરશે.
5G આવ્યા છતાં નથી સુધરી પરિસ્થિતિ
આ બેઠકમાં, ટેલિકોમ સચિવ સાથે, વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને તમામ મોટી ટેલિકોમ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, 5Gની રજૂઆત છતાં ટેલિકોમ કંપનીઓની સેવાઓમાં સુધારો થયો નથી.
સરકાર તેની ગુણવત્તાને લઈને બહુ ખુશ નથી. ટેલિકોમ વિભાગે આ અંગે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર પણ લખ્યો છે. જેમાં ટેલિકોમ કંપનીઓની સેવાઓ પરના નિયમોને કડક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.
28 ડિસેમ્બરે યોજાનાર આ પ્રસ્તાવિત બેઠકમાં ટેલિકોમ વિભાગ તમામ ટેલિકોમ કંપનીઓને પોતાની સેવાઓમાં સુધારો કરવા માટે સૂચના આપશે. 5Gના યુગમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડની ખામીઓને દૂર કરવા અને કોલ ડ્રોપની સમસ્યાને સમાપ્ત કરવા માટે તમામ કંપનીઓને માર્ગદર્શિકા પણ આપવામાં આવશે.