શોધખોળ કરો

Googleનું કામનું ફિચર, ફોટો કે વીડિયોને સુરક્ષિત રાખવા તમે આ રીતે કરી શકો છો 'Lock'

જો તમે પણ તમારા ફોટા અથવા વીડિયોની સુરક્ષાને લઈને ચિંતિત છો, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે લૉક કરેલા ફોલ્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો

Tips And Tricks: Google Photos એ Android ની સત્તાવાર ગેલેરી એપ છે. તે યુઝર્સને ઘણી સુવિધાઓ આપે છે. આ એપ હેઠળ યુઝર્સ ક્લાઉડ પર ફોટો એડિટ, જોઈ અને બેકઅપ લઈ શકે છે. આ સિવાય ગૂગલે તેના તાજેતરના અપડેટમાં ઘણા ખાસ ફીચર્સ પણ ઉમેર્યા છે. વાસ્તવમાં તેમાં એક પ્રાઈવસી વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે, જે Locked Folders  છે. તેની સાથે પ્રાઇવેટ ફોટોને છૂપાવી શકાય છે.

જો તમે પણ તમારા ફોટા અથવા વીડિયોની સુરક્ષાને લઈને ચિંતિત છો, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે લૉક કરેલા ફોલ્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમે તમારા અંગત ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખી શકો.

Google Photos ની લૉક ફોલ્ડર સુવિધા પાસવર્ડથી સુરક્ષિત છે અને  ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખે છે. તે સાચવેલી ફાઇલોને સુરક્ષિત રાખવા માટે તમારા ડિવાઇસના સ્ક્રીન લૉક પાસવર્ડનો ઉપયોગ કરે છે.

સ્ટેપઃ1- તમારા ફોન પર Google Photos એપ્લિકેશન ઓપન કરો.

સ્ટેપઃ2-  તમારા ડિવાઇસના નીચેની તરફ જમણા ખૂણામાં ઉપલબ્ધ 'લાઇબ્રેરી' ઓપ્શન પર ટેપ કરો.

સ્ટેપઃ3-  ‘યુટિલિટીઝ’ સેક્શન પર ટેપ કરો.

સ્ટેપઃ4- 'સેટ અપ લૉક ફોલ્ડર' સેક્શનમાં ઉપલબ્ધ  ‘Get Started’ વિકલ્પ પર ટેપ કરો.

સ્ટેપઃ5- તમને કેટલાક લૉક કરેલા ફોલ્ડર માર્ગદર્શિકા પર લઈ જવામાં આવશે. સ્ક્રીનના નીચેના જમણા ખૂણે ઉપલબ્ધ 'સેટ અપ' બટન પર ટેપ કરો.

સ્ટેપઃ6- સ્ક્રીન લૉક સેટ કરો.

સ્ટેપઃ7- તમારા લૉક કરેલા ફોલ્ડરમાં ફોટા અથવા વિડિયો જોડવા માટે ‘Move items’ બટન પર ટેપ કરો.

સ્ટેપઃ8- તમને તમારા સ્માર્ટફોનની ગેલેરી પર રીડાયરેક્ટ કરવામાં આવશે. તમે જે ફોટો અથવા વિડિયો છૂપાવવા માંગો છો તેને પસંદ કરો અને 'મૂવ' પર ટેપ કરો. તમે એક જ સમયે મલ્ટિપલ ફોટા અથવા વિડિયો પસંદ કરી શકો છો.

સ્ટેપઃ9- પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 'મૂવ' પર ટેપ કરો.

Google Sheetમાં આવ્યુ AI સપોર્ટ ફિચર

દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ કંપની ગૂગલ હવે પોતાના યૂઝર્સને વધુ એક મોટી ફેસિલિટી આપી રહ્યું છે. ગૂગલ ધીમે ધીમે પોતાની વર્કસ્પેસ લેબમાં બધી જ એપ્સમાં AI એડ કરી રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ બીટા ટેસ્ટર્સ માટે Gmail માં ''Helpmewrite' ટૂલ એડ કર્યુ હતું. હવે કંપની વર્કસ્પેસ લેબની બીજી એપમાં AI સપોર્ટ આપી રહી છે. ગૂગલે ગૂગલ શીટ્સમાં "હેલ્પ મી ઓર્ગેનાઈઝ" “Help me organize” નામનું AI ટૂલ આપવાનું શરૂ કર્યું છે. આની મદદથી યૂઝર્સ થોડીક સેકન્ડમાં પોતાની મનગમતી શીટ કે પ્લાન બનાવી શકે છે. સારી વાત એ છે કે તમે શીટમાં મૉડિફાઇ અને ચેન્જ કરી શકો છો. જો તમે તમારી Googleની વર્કસ્પેસ લેબ માટે સાઇન-ઇન છો, તો તમે આ નવા ટૂલનો લાભ લઈ શકો છો. અત્યારે તે માત્ર અમૂક જ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં બધા માટે રૉલઆઉટ કરવામાં આવશે. નવો ઓપ્શન Google શીટની જમણી બાજુએ ટેસ્ટર્સને દેખાશે અને Try This Tool ના નામ પર એક પૉપ-અપ મેસેજ આવશે.

આ રીતે કરશે કામ - 
ગૂગલ શીટનું "હેલ્પ મી ઓર્ગેનાઈઝ"  “Help me organize”  ટૂલ ચેટ GPTની જેમ જ કામ કરે છે જેમાં તમારે ઓર્ડર નાંખવાના હોય છે અને તે તમને થોડીક સેકન્ડમાં જવાબ આપશે. અહીં ફક્ત તમને Google શીટ સંબંધિત પ્રશ્નોના જવાબો મળશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget