શોધખોળ કરો

Portable vs Window AC: ગરમીમાં કયું AC ખરીદવાથી વીજળીનું બિલ ઓછું આવશે? જાણો કયું છે બેસ્ટ

portable vs window ac power consumption: જો તમે નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો પોર્ટેબલ અને વિન્ડો AC વચ્ચેનો મોટો તફાવત. કિંમત, અવાજ અને કૂલિંગમાં કોણ છે આગળ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોર્ટેબલ AC ફેરવી શકાય છે, વિન્ડો AC બારીમાં ફિટ થાય છે.
  • ઝડપી ઠંડક અને વીજળી બચત માટે વિન્ડો AC શ્રેષ્ઠ.
  • પોર્ટેબલ AC વધુ અવાજ કરે, પાણી ખાલી કરવું પડે.
  • ભાડુઆત માટે પોર્ટેબલ AC સરળ, કાયમી ફિટિંગની જરૂર નથી.

portable vs window ac power consumption: કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લોકો ઘરોમાં ઠંડક મેળવવા માટે AC ખરીદવાની દોડધામ શરૂ કરી દે છે. બજારમાં અત્યારે સ્પ્લિટ AC ઉપરાંત વિન્ડો AC અને પોર્ટેબલ AC ના પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જોકે, નવું AC ખરીદતી વખતે મોટાભાગના લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કયું AC તેમના રૂમ માટે બેસ્ટ રહેશે અને શેમાં વીજળીનું બિલ ઓછું આવશે. જો તમે પણ આવી જ મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. આજે આપણે પોર્ટેબલ AC અને વિન્ડો AC વચ્ચેના મુખ્ય તફાવત, તેમની જાળવણી અને વીજળીના વપરાશ વિશે વિગતવાર સમજીશું, જેથી તમે તમારા માટે યોગ્ય નિર્ણય લઈ શકો.

પોર્ટેબલ AC શું છે અને તેના શું ફાયદા છે?

પોર્ટેબલ AC એક એવું ડિવાઇસ છે જેને તમે વ્હીલ્સ (પૈડાં) ની મદદથી ઘરના કોઈપણ રૂમમાં આરામથી ફેરવી શકો છો. આ AC ને દિવાલમાં કે બારીમાં કાયમી ફિટિંગ (Installation) કરવાની કોઈ જરૂર પડતી નથી. આમાં માત્ર એક વેન્ટિલેશન પાઇપ હોય છે, જેને બારીની બહાર રાખીને રૂમની ગરમ હવા બહાર ફેંકવામાં આવે છે. જે લોકો ભાડાના મકાનમાં રહે છે અને વારંવાર ઘર બદલવું પડે છે, તેમના માટે આ AC ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

વિન્ડો AC કેવી રીતે અલગ પડે છે?

બીજી તરફ, વિન્ડો AC ને રૂમની બારીમાં અથવા દિવાલમાં ખાસ જગ્યા બનાવીને ફિક્સ કરવામાં આવે છે. આ AC ના તમામ ભાગો (કોમ્પોનન્ટ્સ) એક જ બોક્સની અંદર ફિટ થયેલા હોય છે. આને ઇન્સ્ટોલ કરવા માટે તમારે કોઈ પ્રોફેશનલ કારીગરની મદદ લેવી પડે છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર ખસેડવું મુશ્કેલ હોય છે.

બંનેમાંથી કયું AC વીજળી બિલ બચાવશે?

જો તમારો મુખ્ય ટાર્ગેટ વીજળીના બિલમાં બચત કરવાનો છે, તો વિન્ડો AC તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. વિન્ડો AC પોર્ટેબલ AC ની સરખામણીમાં વધુ એનર્જી એફિશિયન્ટ (Energy Efficient) હોય છે અને રૂમને ઝડપથી ઠંડો કરે છે, જેથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. બીજી તરફ, જો તમારા રૂમમાં બારી જ ન હોય અથવા કાયમી ફિટિંગની જગ્યા ન હોય, તો જ તમારે પોર્ટેબલ AC તરફ જવું જોઈએ.

આ પણ વાંચોઃ શું કારમાં ફૂલ AC ચલાવવાથી માઈલેજ ઘટે છે? જાણો ઇંધણ બચાવવાની સ્માર્ટ અને સરળ રીતો

અવાજ અને મેન્ટેનન્સમાં મોટો તફાવત

આ બંને AC ના અવાજ અને જાળવણી (Maintenance) માં પણ ઘણો ફરક જોવા મળે છે:

અવાજ (Noise): વિન્ડો AC નું મેઈન કોમ્પ્રેસર બારીની બહારની તરફ રહે છે, જેના કારણે રૂમની અંદર અવાજ ખૂબ જ ઓછો આવે છે. જ્યારે પોર્ટેબલ AC આખેઆખું રૂમની અંદર જ રહેતું હોવાથી, તેનું કોમ્પ્રેસર ચાલુ થાય ત્યારે વિન્ડો AC કરતા વધુ અવાજ કરે છે.

પાણીનો નિકાલ (Water Drainage): વિન્ડો AC માંથી નીકળતું પાણી પાછળની પાઇપ દ્વારા આપોઆપ બહાર વહી જાય છે. પરંતુ, પોર્ટેબલ AC ની અંદર એક નાની પાણીની ટાંકી હોય છે, જેને તમારે થોડા-થોડા સમયે જાતે ખાલી કરવી પડે છે, જે થોડું ઝંઝટભર્યું કામ છે.

આ પણ વાંચોઃ સાવધાન! કલાકો સુધી AC માં બેસવાની આદત શરીરને કરે છે ખોખલું; ડોક્ટરોએ આપી મોટી ચેતવણી

Frequently Asked Questions

પોર્ટેબલ AC અને વિન્ડો AC માંથી વીજળી બિલ બચાવવા માટે કયું AC શ્રેષ્ઠ છે?

વીજળી બિલ બચાવવા માટે વિન્ડો AC શ્રેષ્ઠ વિકલ્પ છે. તે પોર્ટેબલ AC કરતાં વધુ એનર્જી એફિશિયન્ટ છે અને રૂમને ઝડપથી ઠંડો કરે છે, જેથી વીજળીનો વપરાશ ઓછો થાય છે.

પોર્ટેબલ AC શું છે અને તેના મુખ્ય ફાયદા શું છે?

પોર્ટેબલ AC એક મૂવેબલ ઉપકરણ છે જેને વ્હીલ્સ દ્વારા ઘરના કોઈપણ રૂમમાં ફેરવી શકાય છે. તેને કાયમી ફિટિંગની જરૂર નથી અને ભાડાના મકાનોમાં રહેતા લોકો માટે ખૂબ ઉપયોગી છે.

વિન્ડો AC કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે અને તેના ફાયદા શું છે?

વિન્ડો AC ને રૂમની બારીમાં અથવા દિવાલમાં ફિક્સ કરવામાં આવે છે. તેના તમામ ભાગો એક જ બોક્સમાં હોય છે અને રૂમની અંદર ઓછો અવાજ કરે છે. તેનું પાણી આપોઆપ બહાર નીકળી જાય છે.

પોર્ટેબલ AC અને વિન્ડો AC ના અવાજમાં શું તફાવત છે?

વિન્ડો AC નું કોમ્પ્રેસર બહાર હોવાથી રૂમમાં ઓછો અવાજ કરે છે. જ્યારે પોર્ટેબલ AC સંપૂર્ણપણે રૂમમાં હોવાથી, તેનું કોમ્પ્રેસર ચાલુ થાય ત્યારે વધુ અવાજ કરી શકે છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget