શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Realmeએ લોન્ચ કર્યું 5000mAh બેટરીવળો સ્માર્ટફોન, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ
ફોટો માટે રિયરમાં 13MPનો પ્રાઈમરી કેમેરા, 2MP ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે.
આજકાલ મોબાઈલના વધતા ઉપયોગને જોતા સ્માર્ટફોન નિર્માતા કંપની ફોનની બેટરી પર સૌથી વધારે ફોકસ કરી રહી છે. લોકો લોંગ બેટરી લાઈફ અને ફાસ્ટ ચાર્જિંગવાળા ફોન ખરીદવા માગે છે. જેથી તેનમે ક્યારેય બેટરીની કોઈ સમસ્યા ન થાય. આજ ક્રમમાં Realmeએ પોતાની V સીરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realme V11 5G ને હાલમાં ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ આવનારા દિવોસમાં આ ફોન ભારતીય બજારમાં પણ જોવા મળશે. શાનદાર ફીચર્સની સાથે આ એક એફોર્ડેબલ 5જી સ્માર્ટફોન છે. આવો જાણીએ આ ફોનના ફીચર્સ અને માર્કેટમાં મળનારા 5000mAh વાળા અન્ય સ્માર્ટફોન કેવા છે.
Realme V11 5G- આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો 60Hz રિફ્રેશ રેટની સાથે 6.52- ઇંચ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનની સ્ક્રીનમાં વોટર ડ્રોફ નોચ આપવામાં આવ્યું છે. તમને 5જી નેટવર્ક સપોર્ટની સાથે MediaTek Dimensity 700નું પ્રોસેસર મળશે. આ ફોનમાં 6જીબી સુધી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી હશે જે તમે મેમરી કાર્ડથી વધારી શકો છો.
આ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટો માટે રિયરમાં 13MPનો પ્રાઈમરી કેમેરા, 2MP ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનના રિયરમાં LED ફ્લેશનું ઓપ્શન પણ છે આ ફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ Realme UI પર કામ કરે છે. ફોનમાં સાઈટ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો તમે 4GB + 128GB વેરિયન્ટને ચીનમાં RMB 1,199 એટલે કે અંદાજે 13,500 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે તમે 6GB + 128GB વેરિયન્ટવાળો ફોન ખરીદવા માગો છો તો તેના માટે તમારે 15800 રૂપિયા ચૂકવવા પડશે. તમા આ ફોનને 2 કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion