(Source: ECI/ABP News/ABP Majha)
8300mAh ની દમદાર બેટરી અને વિશાળ ડિસ્પ્લે સાથે Realme નું નવું પેડ થયું લોન્ચ, કિંમત 15 હજાર કરતાં પણ ઓછી
Realme Pad 2 Lite Launched: સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Realme એ ભારતમાં તેનું નવું પેડ લોન્ચ કર્યું છે. આ નવા પેડમાં વિશાળ ડિસ્પ્લે તેમજ પાવરફુલ 8300 mAh બેટરી છે.
Realme Pad 2 Lite Launched: સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Realme એ ભારતમાં તેનું નવું પેડ લોન્ચ કર્યું છે. વિશાળ ડિસ્પ્લેની સાથે, આ નવા પેડમાં પાવરફુલ 8300 mAh બેટરી પણ આપવામાં આવી છે જે પેડને લાંબા સમય સુધી ચાર્જ રાખવામાં મદદ કરે છે. આ સિવાય લોકોને આ પેડની આકર્ષક ડિઝાઈન ગમશે. આ એક બજેટ ફ્રેન્ડલી પેડ છે જેની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી છે.
Realme Pad 2 Lite ની વિશિષ્ટતાઓ
Realme Pad 2 Liteમાં 10.5 ઇંચ 2K LCD ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 90 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેની સાથે તેનું રિઝોલ્યુશન 1920 x 1200 પિક્સલ છે.
Witness the all-new #realmePad2Lite!
With a 90Hz 2K display, Helio G99 chipset & 8300mAh mega battery, it's built for endless entertainment.
Starting at just ₹14,999!
Know more:https://t.co/r5T913WLkohttps://t.co/tILQAa94Of#LessEffortMoreExperience pic.twitter.com/ojH8G1NnuH — realme (@realmeIndia) September 13, 2024
આ સિવાય આ iPad MediaTekના Helio G99 પ્રોસેસરથી સજ્જ છે. ઉપરાંત આ પેડ 4 અને 8 GB LPDDR4X રેમ સાથે આવે છે. આમાં કંપનીએ 128GB સ્ટોરેજ આપ્યું છે. તેમાં SD કાર્ડ સ્લોટ છે જેની મદદથી તેના સ્ટોરેજને વધુ વધારી શકાય છે. ઉપરાંત, આ પેડ લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 રિયલમી UI 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
આ પેડનો કેમેરા સેટઅપ
આ નવા Realme Pad 2 Liteમાં 8 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. આઈપેડમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ છે. મુખ્ય કેમેરા ફુલ એચડી વિડિયો રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. સુરક્ષા માટે, પેડમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં USB Type-C પોર્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. પાવર માટે, પેડમાં 8300mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 15W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પેડની કિંમત કેટલી છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ Realme Pad 2 Liteના 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા રાખી છે. આ સાથે, તેના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ પેડને સ્પેસ ગ્રે અને નેબ્યુલા પર્પલ જેવા બે રંગોમાં લોન્ચ કર્યા છે. તમે તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ realme.com તેમજ ઈ-કોમર્સ સાઇટ્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકો છો.