શોધખોળ કરો

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન

જો યોગ્ય સાઇઝ અને સફાઈનું ધ્યાન ન રખાય તો કાનમાં ઇન્ફેક્શન, દુખાવો અને બહેરાશ આવી શકે છે; જાણો આ વિશે ENT નિષ્ણાતની શું સલાહ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યોગ્ય ઉપયોગથી ઇયરપ્લગ મોટાભાગના સ્વસ્થ લોકો માટે સુરક્ષિત છે.
  • ખોટી સાઇઝ, અપૂરતી સફાઈ મેલ, ગંભીર ચેપનો ખતરો.
  • મેલ જમા થવા, ઇન્ફેક્શનથી બચવા ઇયરપ્લગ સફાઈ જરૂરી.
  • કાનના રોગવાળા ડોક્ટરની સલાહ વિના ઇયરપ્લગ ટાળે.

Sleeping with earplugs safety: જો તમને પણ આસપાસના ઘોંઘાટ, ટ્રાફિકના અવાજ કે પાર્ટનરના નસકોરાના કારણે રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો શક્ય છે કે તમે પણ ક્યારેક શાંતિથી સૂવા માટે ઇયરપ્લગનો (Earplugs) સહારો લીધો હશે. ઘણા લોકો સારી અને અડચણ વિનાની ઊંઘ માટે દરરોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ ભરાવીને સૂઈ જતા હોય છે. પરંતુ શું દરરોજ રાત્રે કલાકો સુધી આવું કરવું ખરેખર સુરક્ષિત છે? ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ENT નિષ્ણાત ડૉ. જ્યોતિર્મય એસ. હેગડેએ જણાવ્યું છે કે જો ઇયરપ્લગનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે મોટાભાગના સ્વસ્થ લોકો માટે એકદમ સુરક્ષિત છે. નાઇટ શિફ્ટ કરતા કે ઘોંઘાટમાં રહેતા લોકો માટે તે આશીર્વાદરૂપ છે. પરંતુ જો તેની સાઇઝ કે સાફ-સફાઈમાં જરા પણ બેદરકારી દાખવવામાં આવે, તો કાનમાં મેલ જમા થવાથી લઈને ગંભીર ઇન્ફેક્શન સુધીની અનેક મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

યોગ્ય સાઇઝની પસંદગી છે સૌથી જરૂરી

ડૉ. હેગડે સમજાવે છે કે કાન માટે યોગ્ય સાઇઝના ઇયરપ્લગ પસંદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઇયરપ્લગ બહુ મોટા હોય અથવા તેને કાનમાં ખૂબ અંદર સુધી ધકેલવામાં આવે, તો તેનાથી કાનમાં સખત દુખાવો કે અગવડતા થઈ શકે છે. તેથી, હંમેશા તેને બનાવનાર કંપનીની સૂચનાઓ મુજબ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જો ઇયરપ્લગ કાનમાં નાખતી વખતે તમને દુખાવો થતો હોય, તો સમજી લેવું કે કાં તો તેની સાઇઝ ખોટી છે અથવા તેને તમે ખોટી રીતે કાનમાં નાખી રહ્યા છો. જે લોકો રોજ રાત્રે ઇયરપ્લગનો ઉપયોગ કરે છે તેમણે કાનની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો રેગ્યુલર ઉપયોગ દરમિયાન કાનમાં ખંજવાળ, ભારેપણું કે દુખાવો લાગે તો તેને જરાય અવગણવો જોઈએ નહીં અને સમયસર કાનનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

કાનમાં મેલ જમા થવો અને ઇન્ફેક્શનનો મોટો ખતરો

રોજિંદા ઉપયોગથી થતી સૌથી સામાન્ય અને મોટી સમસ્યા કાનમાં મેલ (Earwax) જમા થવાની છે. સામાન્ય રીતે આપણા કાન પોતાનો મેલ કુદરતી રીતે જ ધીમે ધીમે બહાર કાઢતા હોય છે. પરંતુ લાંબા સમય સુધી ઇયરપ્લગ પહેરી રાખવાથી આ કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. ઇયરપ્લગ મેલને કાનમાં વધુ ઊંડે સુધી ધકેલી દે છે, જેનાથી કાન બંધ થઈ જવા, ભારે લાગવા કે સાંભળવાની ક્ષમતા પર અસર પડવા જેવી તકલીફો ઊભી થાય છે.

આ ઉપરાંત, એક જ ઇયરપ્લગને બરાબર સાફ કર્યા વગર વારંવાર વાપરવાથી તેમાં બેક્ટેરિયા અને ફંગસ ઉત્પન્ન થાય છે. આવા ગંદા ઇયરપ્લગ કાનમાં ગંભીર ચેપ (ઇન્ફેક્શન) લગાડી શકે છે. વળી, જો ઇયરપ્લગ બરાબર ફિટ ન થતા હોય તો તે કાનની નાજુક ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી કાનની નહેરમાં ખંજવાળ, બળતરા, સોજો આવવો કે દબાણના કારણે ઘા પડવાનું જોખમ વધી જાય છે.

ઇયરપ્લગની સફાઈ કેવી રીતે કરવી અને કોણે સાવધાન રહેવું?

જો તમે ફરીથી વાપરી શકાય તેવા (Reusable) ઇયરપ્લગ વાપરતા હોવ, તો દર વખતે ઉપયોગ બાદ તેને સાબુ અને ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ અને બરાબર સુકાયા પછી જ તેનો ફરી ઉપયોગ કરવો જોઈએ. જો ઇયરપ્લગ કડક થઈ જાય, ફાટવા લાગે, તેનો રંગ બદલાઈ જાય કે તે બરાબર સાફ ન થઈ શકતા હોય, તો તેને તરત જ ફેંકીને નવા વાપરવા જોઈએ. વળી, ડિસ્પોઝેબલ ઇયરપ્લગનો ક્યારેય બીજી વાર ઉપયોગ ન કરવો જોઈએ, તેનો આકાર બગડે એટલે તેને ફેંકી દેવા જ હિતાવહ છે.

નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, જો તમને વારંવાર કાનમાં ઇન્ફેક્શન થતું હોય, ખરજવું હોય, ચામડીની કોઈ બીમારી હોય, કાનની નહેર સાંકડી હોય, કાનનો પડદો ફાટેલો હોય કે તાજેતરમાં કાનની સર્જરી થઈ હોય, તો ડૉક્ટરની સલાહ લીધા વગર ક્યારેય ઇયરપ્લગનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(Disclaimer: આ અહેવાલમાં આપેલી માહિતી સંશોધનો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.)

Frequently Asked Questions

શું રોજ ઇયરપ્લગ પહેરીને સૂવું સુરક્ષિત છે?

જો ઇયરપ્લગનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો મોટાભાગના સ્વસ્થ લોકો માટે તે સુરક્ષિત છે. જોકે, ખોટી સાઇઝ કે સફાઈની બેદરકારીથી કાનમાં મેલ જમા થવો કે ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઇયરપ્લગના નિયમિત ઉપયોગથી કાનને કઈ સમસ્યાઓ થઈ શકે છે?

નિયમિત ઉપયોગથી કાનમાં મેલ જમા થઈ શકે છે, જેનાથી કાન બંધ થવા કે સાંભળવામાં તકલીફ થઈ શકે છે. ગંદા ઇયરપ્લગ વાપરવાથી કાનમાં બેક્ટેરિયા કે ફંગસથી ગંભીર ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે.

ઇયરપ્લગની યોગ્ય સફાઈ અને કાળજી કેવી રીતે રાખવી?

ફરી વાપરી શકાય તેવા ઇયરપ્લગને દરેક ઉપયોગ પછી સાબુ-પાણીથી ધોઈને સૂકવવા જોઈએ. જો તે કડક થઈ જાય, ફાટે કે રંગ બદલાય, તો તેને બદલી દેવા જોઈએ. ડિસ્પોઝેબલ ઇયરપ્લગ ક્યારેય ફરીથી વાપરવા નહીં.

ઇયરપ્લગ વાપરતા પહેલા ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ?

જો તમને વારંવાર કાનમાં ઇન્ફેક્શન થતું હોય, કાનનો પડદો ફાટેલો હોય કે તાજેતરમાં કાનની સર્જરી થઈ હોય, તો ડોક્ટરની સલાહ વગર ઇયરપ્લગનો ઉપયોગ ન કરવો.

Advertisement

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget