શોધખોળ કરો

Tips: શું તમે વારંવાર આવતા સ્પેમ કૉલથી કંટાળી ગયા છો ? તો આસાન ટ્રિક્સથી મેળવો છૂટકારો

સ્માર્ટફોન આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, આજે આપણે આ ગેઝેટ્સ લગભગ બધું જ કરી શકીએ છીએ

How to block spam calls? સ્માર્ટફોન આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, આજે આપણે આ ગેઝેટ્સ લગભગ બધું જ કરી શકીએ છીએ. તમે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોવ અથવા કોઈ મહત્વપૂર્ણ મેસેજ મોકલવા માંગતા હોવ અથવા તમારા પ્રિયજનો સુધી ઇમર્જન્સીમાં પહોંચવા માંગતા હોવ, સ્માર્ટફોન દ્વારા તમે આ તમામ કામ કરી શકો છો. જ્યાં સ્માર્ટફોનના આગમનથી આપણું જીવન આસાન બન્યું છે, તો બીજીબાજુ તેણે કેટલીય સમસ્યાઓને પણ જન્મ આપ્યો છે. દરરોજની જેમ અમને સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ લેવા માટે પ્રમૉશનલ કૉલ્સ અથવા કૉલ્સ મળે છે. આ કૉલ્સને કારણે દરરોજ અમારે સમસ્યાઓ સામનો કરવો પડે છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, તમે તમારા મોબાઈલ પર આવા સ્પામ કૉલને કેવી રીતે હંમેશા માટે બ્લૉક કરી શકો છો.

તમે નીચે દર્શાવેલ પદ્ધતિને અનુસરીને Vodafone-Idea, Jio અને Airtel પર સ્પામ કૉલ્સને બ્લૉક કરી શકો છો.

આ રીતે કરો બ્લૉક 
સ્પામ કૉલ્સને બ્લૉક કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનના મેસેજ બૉક્સમાં જઈને મેસેજ ટાઈપ કરવો પડશે. તમારે મોટા અક્ષરોમાં FULLY BLOCK લખીને 1909 પર મોકલવાનું રહેશે. તમે આ મેસેજ મોકલતા જ થોડા સમય પછી તમને ટેલિકોમ ઓપરેટર તરફથી એક મેસેજ આવશે જેમાં લખેલું હશે કે તમારા નંબર પર સંપૂર્ણ DND એટલે કે ડૂ નૉટ ડિસ્ટર્બ સર્વિસ એક્ટિવેટ થઈ ગઈ છે. આ સાથે તમને કોઈપણ બિનજરૂરી સ્પામ કૉલ્સ પ્રાપ્ત થશે નહીં.

આ રીતે ઓળખી શકો છો spam કૉલ્સ 
સ્પામ કૉલ ઓળખવા માટે તમે તમારા મોબાઇલ ફોનમાં Truecaller એપ ઇન્સ્ટૉલ કરી શકો છો. આ એપ તમને લાલ નિશાન સાથેના તમામ પ્રકારના સ્પામ કૉલ વિશે અગાઉથી ચેતવણી આપે છે. આ જોઈને તમે આવા કૉલથી બચી શકો છો.

Instagram માં હવે 24 કલાક નહી પરંતુ આટલો સમય સેટ કરી શકશો Story, આવી રહ્યું છે ફીચર

મેટા પોતાના યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે તેની સોશિયલ મીડિયા એપ્સમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરી રહ્યું છે. કંપની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત તમામ એપ્સમાં સમયાંતરે અપડેટ્સ આપે છે. દરમિયાન, કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં Instagram યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ માહિતી રિવર્સ એન્જિનિયર Alessandro Paluzziએ શેર કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં તેણે કહ્યું કે કંપની MY Week નામના ફીચર પર કામ કરી રહી છે જે આવનારા સમયમાં દરેક માટે રોલઆઉટ કરી શકાય છે. MY Week  ફીચર હેઠળ યુઝર્સ 24 કલાકથી વધુ સમય માટે તેમની સ્ટોરી સેટ કરી શકશે. હાલમાં Instagram યુઝર્સ ફક્ત 24 કલાક માટે સ્ટોરી શેર કરી શકે છે, પરંતુ નવા ફીચરના આવ્યા બાદ યુઝર્સ 7 દિવસ માટે એક પ્રોફાઇલ પર સ્ટોરી શેર કરી શકશે. આ સિવાય જો યુઝર્સ ઈચ્છે તો તે વચ્ચેની કોઈપણ સ્ટોરી ડીલીટ પણ કરી શકે છે અથવા નવી સ્ટોરી એડ કરી શકે છે.

આ સુવિધાથી એવા ક્રિએટર્સને ફાયદો થશે જેઓ ટ્રાવેલ કરે છે અને તેમની સ્ટોરી લાખો લોકો સુધી પહોંચે તેવું ઈચ્છે છે. આ સિવાય ક્રિએટર્સ માટે આ ફીચરની મદદથી આવનારી ઈવેન્ટ્સ વિશે માહિતી આપવામાં સરળતા રહેશે અને તેમણે સ્ટોરીમાં કોઈ પણ પ્રોજેક્ટની રિલીઝ વિશે લોકોને વારંવાર અપડેટ કરવાની જરૂર નહીં પડે. આ ફીચર્સ ટેસ્ટિંગ ફેઝમાં છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે.

નોંધનીય છે કે Instagram ડઝનબંધ નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં તમને પ્લાન ઇવેન્ટ, Nearby, સ્ટોરીઝ માટે નવી ટ્રે (People you Follow)  સહિત અનેક નવા ફીચર્સ મળશે.

ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં 'રીડ રિસિપ્ટ' રૉલઆઉટ થવા જઈ રહી છે, આ ફિચર ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મળતા ડાયરેક્ટ મેસેજ પર કામ કરશે. તમને જણાવી દઈએ કે 'રીડ રિસિપ્ટ' મેસેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને કોઈને જાણ કર્યા વિના મોકલેલા મેસેજ વાંચવાની મંજૂરી આપવામાં આવશે. આ ફિચર વૉટ્સએપ પર પહેલાથી જ અવેલેબલ છે. જેમાં વૉટ્સએપ 'રીડ રિસિપ્ટ' ફિચર એક્ટિવેટ થાય ત્યારે મેસેજ વાંચવા છતાં બ્લૂ ટિક દેખાતું નથી.

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget