શોધખોળ કરો

વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ

ટેકનોલોજીના જમાનામાં હવે સાયબર ઠગોએ લોકોને છેતરવા માટે AI ડીપફેકનો નવો કિમીયો શોધ્યો છે. અજાણ્યા વીડિયો કોલ પર તમારી એક નાની ભૂલ બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AI ડીપફેક વીડિયો ફ્રોડની ચેતવણી આપી.
  • ઠગો નોકરીના બહાને વીડિયો કોલમાં ચહેરાના હાવભાવ રેકોર્ડ કરે.
  • આ ડીપફેક વીડિયો બેંક વેરિફિકેશન સિસ્ટમ બાયપાસ કરવા વપરાય છે.
  • અજાણ્યા કોલ ટાળો; ફરિયાદ માટે cybercrime.gov.in નો સંપર્ક કરો.

AI deepfake video fraud: આજના ડિજિટલ યુગમાં જેમ-જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ-તેમ સાયબર ગુનેગારો પણ લોકોને છેતરવા માટે હાઈટેક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. હવે ઠગો લોકોને શિકાર બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. આ ગંભીર ખતરાને જોતા, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા 'ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) એ સામાન્ય જનતા માટે એક અત્યંત મહત્વની ચેતવણી (એડવાઇઝરી) જાહેર કરી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ઓનલાઈન નોકરી કે ઈન્ટરવ્યૂના બહાને વીડિયો કોલ કરે અને કોલ દરમિયાન તમને કેમેરા સામે જોવા, માથું ફેરવવા, સ્મિત કરવા (હસવા), આંખ મારવા કે કંઈક બોલવા માટે કહે, તો તરત જ સાવધ થઈ જજો. તમારી આ નાની સજાગતા તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.

ડીપફેક વીડિયો કેવી રીતે બનાવવામાં આવે છે?

સાયબર ગુનેગારો ખૂબ જ શાતિર મગજથી આખી જાળ વણે છે:

પહેલું સ્ટેપ: ઠગો સૌથી પહેલા સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ, જોબ પોર્ટલ કે ડેટિંગ એપ્સ દ્વારા તમારો સંપર્ક કરે છે.

બીજું સ્ટેપ: નોકરીની મોટી ઓફર કે પાર્ટ-ટાઇમ કામના બહાને તેઓ તમને વીડિયો કોલ પર લે છે.

ત્રીજું સ્ટેપ: વાતચીત દરમિયાન તેઓ તમારા ચહેરાના હાવભાવ લાઈવ રેકોર્ડ કરે છે. તેઓ જાણીજોઈને તમને સ્ક્રીન પર જોઈને હસવા, આંખો પટપટાવવા કે કોઈ ચોક્કસ શબ્દો બોલવા મજબૂર કરે છે. ઘણીવાર તેઓ તમારા સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી પણ ફોટા અને વીડિયો ચોરી લે છે.

ચોથું સ્ટેપ: આ રીતે ભેગા કરેલા ડેટાને તેઓ એડવાન્સ AI ટૂલ્સમાં નાખીને તમારો જ એક એવો આબેહૂબ નકલી (ડીપફેક) વીડિયો તૈયાર કરે છે, જે જોવામાં 100% અસલી લાગે છે.

બેંકો અને ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમને ટાર્ગેટ કરવાનો ખતરો

આ ડીપફેક વીડિયો પાછળ સાયબર ગુનેગારોનો હેતુ ઘણો મોટો હોય છે. આ નકલી વીડિયોનો ઉપયોગ કરીને તેઓ બેંકોની સૌથી સિક્યોર ગણાતી સિસ્ટમ્સ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication), લાઇવનેસ વેરિફિકેશન અને વીડિયો-KYC ને બાયપાસ કરી લે છે. ઠગો તમારા નામે નકલી બેંક ખાતા ખોલાવી શકે છે, ડિજિટલ વોલેટ એક્ટિવેટ કરી શકે છે અથવા તમારી લોન સબંધી નાણાકીય માહિતી ચોરીને મોટું કૌભાંડ આચરી શકે છે.

આ ડિજિટલ આફતથી તમારી જાતને કેવી રીતે બચાવશો?

ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમથી બચવા માટે કેટલીક ગોલ્ડન ટિપ્સ આપી છે:

અજાણ્યા કોલથી સાવધ રહો: કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાત કરવાનું ટાળો.

ઇશારા પર ન નાચો: કોલ પર કોઈ અજાણ્યા માણસના કહેવાથી કેમેરા સામે ચહેરાની મૂવમેન્ટ (હલનચલન) બિલકુલ ન કરો.

બાયોમેટ્રિક લોક કરો: તમારી આધાર અને બાયોમેટ્રિક માહિતીને સુરક્ષિત રાખો અને જરૂર પડે ત્યારે તેને સત્તાવાર એપથી લોક કરી દો.

સોશિયલ મીડિયા પ્રાઇવસી: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમારા પર્સનલ ફોટા અને વીડિયો પબ્લિક રાખવાને બદલે પ્રાઇવેટ રાખો.

સિમ સ્વેપિંગ પર નજર: જો તમારા ફોનનું નેટવર્ક અચાનક ગાયબ થઈ જાય, તો તરત જ કંપનીનો સંપર્ક કરો, આ સિમ સ્વેપ ફ્રોડ હોઈ શકે છે.

બેંક એલર્ટ્સ: તમારા બેંક ખાતા કે ડિજિટલ વોલેટમાં થતી નાની-મોટી દરેક પ્રવૃત્તિ અને લોગિન એલર્ટ પર નજર રાખો.

આ પણ વાંચોઃ સાયબર ફ્રોડમાં ગયેલા પૈસા પાછા મેળવવાનું બન્યું સરળ, ઘરે બેઠા MRM પોર્ટલથી કરો અરજી

છેતરપિંડી થાય તો ફરિયાદ ક્યાં કરવી?

જો તમે અજાણતામાં આવા કોઈ સાયબર ફ્રોડ, ઓળખની ચોરી (Identity Theft) કે શંકાસ્પદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ભોગ બનો છો, તો જરાય ગભરાયા વગર તરત જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://cybercrime.gov.in/ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવો અથવા હેલ્પલાઇન નંબર પર કોલ કરો. સમયસર લીધેલું આ પગલું તમારા પૈસા ડૂબતા બચાવી શકે છે.

આ પણ વાંચોઃ સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

Frequently Asked Questions

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AI ડીપફેક ફ્રોડ વિશે કઈ ચેતવણી આપી છે?

મંત્રાલયે ચેતવણી આપી છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ નોકરી કે ઈન્ટરવ્યૂના બહાને વીડિયો કોલ કરે અને તમને કેમેરા સામે હસવા કે હલનચલન કરવાનું કહે, તો સાવધ રહેવું. તમારી સજાગતા તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.

સાયબર ગુનેગારો ડીપફેક વીડિયો કેવી રીતે બનાવે છે?

ઠગો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને નોકરીના બહાને વીડિયો કોલ કરે છે. વાતચીત દરમિયાન તેઓ તમારા ચહેરાના હાવભાવ રેકોર્ડ કરીને, AI ટૂલ્સનો ઉપયોગ કરીને નકલી (ડીપફેક) વીડિયો તૈયાર કરે છે.

ડીપફેક વીડિયોનો મુખ્ય હેતુ શું હોય છે?

ડીપફેક વીડિયોનો ઉપયોગ બેંકોની ફેસ ઓથેન્ટિકેશન અને વીડિયો-KYC જેવી સુરક્ષિત સિસ્ટમ્સને બાયપાસ કરવા માટે થાય છે. આનાથી ઠગો તમારા નામે નકલી બેંક ખાતા ખોલી શકે છે અથવા નાણાકીય માહિતી ચોરી શકે છે.

ડીપફેક વીડિયો ફ્રોડથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ?

અજાણ્યા વ્યક્તિ સાથે વીડિયો કોલ કરવાનું ટાળો અને તેમના કહેવાથી ચહેરાના હાવભાવ ન કરો. તમારી બાયોમેટ્રિક અને સોશિયલ મીડિયા માહિતીને સુરક્ષિત રાખો. બેંક એલર્ટ્સ પર હંમેશા નજર રાખો.

Advertisement

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget