શોધખોળ કરો

સાયબર ફ્રોડમાં ગયેલા પૈસા પાછા મેળવવાનું બન્યું સરળ, ઘરે બેઠા MRM પોર્ટલથી કરો અરજી

Cyber fraud refund online: કેન્દ્ર સરકારની નવી સુવિધા; 1930 પર ફરિયાદ કરનારા પીડિતો 50,000 રૂપિયા સુધીનું રિફંડ FIR વિના મેળવી શકશે, જાણો ઓનલાઈન પ્રોસેસ.

Cyber fraud refund online: આજના ડિજિટલ જમાનામાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકોએ રાત-દિવસ મહેનત કરીને ભેગી કરેલી કમાણી સાયબર ગઠિયાઓ પળવારમાં લૂંટી લેતા હોય છે. પરંતુ જો તમે પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો, તો હવે ડરવાની કે ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. ભારત સરકારના ગૃહ મંત્રાલયે (14C) નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) હેઠળ એક નવું 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' (MRM) પોર્ટલ શરૂ કર્યું છે, જેનાથી તમે ઘરે બેઠા ફ્રોઝન (સ્થગિત) થયેલા તમારા પૈસાનું મફતમાં રિફંડ મેળવી શકશો.

આ પોર્ટલનો ઉપયોગ કોણ કરી શકશે?

આ પોર્ટલનો લાભ એવા જ લોકો લઈ શકશે જેમણે સાયબર ફ્રોડ થયા બાદ તરત જ NCRP પોર્ટલ અથવા 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હોય અને તેમને 14 આંકડાનો ફરિયાદ નંબર (ACK Number) મળ્યો હોય. આ સુવિધા એવા કિસ્સાઓ માટે જ છે જ્યાં સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક એક્શન લઈને તમારા ગયેલા પૈસા ગુનેગારના ખાતામાં ફ્રીઝ (સ્થગિત) કરી દીધા હોય.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ)

MRM પોર્ટલ પર રિફંડ માટે અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી છે. તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://mrm-ncrp.mha.gov.in/ પર જાઓ.

ત્યાં 'Citizen Login' ઓપ્શન પર ક્લિક કરો.

તમે NCRP માં ફરિયાદ વખતે જે મોબાઈલ નંબર નોંધાવ્યો હોય, તેના પર આવતો OTP નાખીને લોગિન કરો.

ત્યારબાદ 'Raise Refund Request' ઓપ્શન સિલેક્ટ કરો.

તમારો 14 આંકડાનો ફરિયાદ ID દાખલ કરો અને OTP વેરીફાય કરો.

આટલું કરતા જ તમારી ફ્રીઝ થયેલી રકમ (Hold Amount) સ્ક્રીન પર દેખાશે.

હવે તમારું PAN કાર્ડ અપલોડ કરો અને તમારા બેંક ખાતાની સાચી વિગતો (એકાઉન્ટ નંબર અને IFSC કોડ) ભરો.

છેલ્લે ચેકબોક્સ પર ટિક કરીને ફોર્મ સબમિટ કરી દો.

ફોર્મ સબમિટ થતાં જ તમને એક યુનિક રિક્વેસ્ટ ID (જેમ કે MR2026...) મળશે, જેનાથી તમે ભવિષ્યમાં તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકશો.

આ પણ વાંચોઃ વિઝા ફ્રોડનો શિકાર બન્યા છો? તાત્કાલિક 1930 પર કરો કોલ! છેતરપિંડીથી બચવા પોલીસની આ 3 ટીપ્સ ખાસ વાંચો

રિફંડ માટેના જરૂરી નિયમો શું છે?

FIR વગર રિફંડ: 50,000 રૂપિયા સુધીનું રિફંડ કોઈપણ FIR કે કોર્ટના આદેશ વગર આસાનીથી મળી શકશે.

જો તમારી કુલ રકમ 50,000 થી વધુ હોય, પરંતુ તે અલગ-અલગ બેંક ખાતાઓમાં વહેંચાયેલી હોય અને કોઈ એક ખાતામાં 50,000 થી વધુ રકમ ન હોય, તો પણ FIR વગર રિફંડ મળી જશે.

FIR ક્યારે જરૂરી? જો કોઈ એક જ ખાતામાં ફ્રીઝ થયેલી રકમ 50,000 રૂપિયાથી વધુ હશે, તો રિફંડ માટે FIR કરાવવી ફરજિયાત રહેશે.

ખાસ નોંધ: આ આખી પ્રોસેસ બિલકુલ ફ્રી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રિફંડ અપાવવાના નામે જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે, તો તેને એક પણ રૂપિયો આપવો નહીં.

આ પણ વાંચોઃ ઓનલાઈન ફ્રોડ પર 'ડિજિટલ સ્ટ્રાઈક': સરકારે 8600000 સિમ કાર્ડ કર્યા બ્લોક, ₹1000 કરોડની બચત

Frequently Asked Questions

નવા 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' (MRM) પોર્ટલનો હેતુ શું છે?

આ પોર્ટલ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને ઘરે બેઠા જ તેમના ફ્રીઝ (સ્થગિત) થયેલા પૈસાનું રિફંડ મેળવવામાં મદદ કરે છે.

MRM પોર્ટલનો ઉપયોગ કરવા માટેની મુખ્ય લાયકાત શું છે?

MRM પોર્ટલનો લાભ એવા જ લોકોને મળે છે જેમણે સાયબર ફ્રોડ બાદ તરત જ NCRP અથવા 1930 પર ફરિયાદ કરી હોય અને 14 આંકડાનો ફરિયાદ નંબર મેળવ્યો હોય. આ સુવિધા ત્યારે જ છે જો પોલીસે ગુનેગારના ખાતામાં તમારા પૈસા સ્થગિત કર્યા હોય.

રિફંડ મેળવવા માટે હંમેશા FIR કરાવવી ફરજિયાત છે?

ના, 50,000 રૂપિયા સુધીના રિફંડ માટે FIR કે કોર્ટના આદેશ વગર પણ પૈસા મળી શકે છે. જો કોઈ એક જ ખાતામાં 50,000 થી વધુ રકમ ફ્રીઝ થઈ હોય, તો જ FIR કરાવવી ફરજિયાત છે.

MRM પોર્ટલ દ્વારા રિફંડ મેળવવાની પ્રક્રિયા કેવી છે અને તેનો કોઈ ખર્ચ છે?

રિફંડ પ્રક્રિયા ઓનલાઈન અને સરળ છે. તમારે સત્તાવાર વેબસાઇટ પર ફરિયાદ ID, PAN કાર્ડ અને બેંક વિગતો દાખલ કરવાની રહેશે. આ આખી પ્રક્રિયા બિલકુલ મફત છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Embed widget