શોધખોળ કરો

સોલારથી મિની સ્પ્લિટ AC ચલાવવો છે? પહેલા જાણો કેટલા સોલાર પેનલ લાગશે?

મિની સ્પ્લિટ ACની વીજળીની ખપત તેની ઇન્વર્ટર અને ડક્ટલેસ સિસ્ટમને કારણે વિન્ડો અથવા સેન્ટ્રલ ACથી અલગ હોય છે. જો તમે સોલારથી AC ચલાવવાનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા જાણો કે તેના માટે કેટલા સોલાર પેનલ જરૂરી પડશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મિની સ્પ્લિટ AC સોલાર પેનલથી ચલાવવા વીજ બિલ ઘટાડે છે.
  • ઇન્વર્ટર ટેકનોલોજીને કારણે AC ઓછી વીજળી વાપરે છે.
  • એક ટન AC માટે 4-6 સોલાર પેનલ પૂરતા છે.

ACનો ઉપયોગ વધતા જ વીજળીનું બિલ પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં સોલાર પેનલની મદદથી મિની સ્પ્લિટ AC ચલાવવો એક કિફાયતી વિકલ્પ બની શકે છે. જોકે, તેના માટે કેટલા સોલાર પેનલની જરૂર પડશે તે નક્કી કરવું સરળ નથી. મિની સ્પ્લિટ ACની વીજળીની ખપત વિન્ડો AC અને સેન્ટ્રલ ACથી અલગ હોય છે. તેમાં ડક્ટલેસ અને ઇન્વર્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે રૂમની જરૂરિયાત પ્રમાણે કોમ્પ્રેસરની સ્પીડને આપમેળે ઓછી-વધુ કરતી રહે છે. આ ટેક્નોલોજીના કારણે મિની સ્પ્લિટ AC સામાન્ય રીતે સેન્ટ્રલ ACની સરખામણીમાં ઓછી વીજળીમાં કામ કરી શકે છે. તો ચાલો જાણીએ કે મિની સ્પ્લિટ AC માટે કેટલા સોલાર પેનલ લાગશે?

3-ટન સેન્ટ્રલ AC કેટલી વીજળી વાપરે છે?

એક 3-ટન સેન્ટ્રલ AC ભારે ગરમીમાં લગભગ 3,000થી 4,000 વોટ સુધી વીજળી ખેંચી શકે છે. આવી સ્થિતિમાં આટલી પાવર માટે લગભગ 10થી 14 સોલાર પેનલની જરૂર પડી શકે છે.

બીજી તરફ, 12,000 BTU એટલે કે 1-ટન સિંગલ-ઝોન મિની સ્પ્લિટ AC સામાન્ય રીતે 4થી 12 એમ્પિયરની વચ્ચે ચાલે છે અને તેનો સરેરાશ પાવર વપરાશ લગભગ 700થી 1,200 વોટ રહે છે. ઇન્વર્ટર કોમ્પ્રેસરને કારણે તેનો સતત વીજળી વપરાશ ઓછો રહી શકે છે, જોકે વચ્ચે-વચ્ચે પાવર સ્પાઇક થઈ શકે છે.

AC એક દિવસમાં કેટલી વીજળી વાપરશે?

ACની વીજળીની ખપત જાણવા માટે તેની વોટ ક્ષમતા અને દરરોજ કેટલા કલાક તેનો ઉપયોગ થાય છે તે જાણવું જરૂરી છે. ACના વોટ અને દરરોજના ઉપયોગના કલાકોનો ગુણાકાર કરો અને ત્યારબાદ આ આંકડાને 1,000થી ભાગો. તેનાથી તમને દરરોજની વીજળીની ખપત kWhમાં મળી જશે.

ઉદાહરણ તરીકે, જો તમે 12,000 BTUનું મિની સ્પ્લિટ AC ઉપયોગમાં લો છો, જે સરેરાશ 900 વોટ વીજળી લે છે અને દરરોજ 8 કલાક ચાલે છે, તો તેનો દૈનિક વીજળી વપરાશ 7.2 kWh થશે.

આ પણ વાંચો: Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?

મિની સ્પ્લિટ AC માટે કેટલા સોલાર પેનલ લાગશે?

જો મિની સ્પ્લિટ AC ચલાવવા માટે દરરોજ આશરે 8 kWh વીજળીની જરૂર પડે અને એક 400 વોટનું સોલાર પેનલ દરરોજ લગભગ 1.6 kWh વીજળી ઉત્પન્ન કરે, તો આ ગણતરી પ્રમાણે લગભગ 5 સોલાર પેનલની જરૂર પડશે. જ્યારે વધારાની ક્ષમતા માટે 5થી 6 પેનલનો વિકલ્પ રાખી શકાય છે.

બીજી તરફ, 550 વોટનું સોલાર પેનલ દરરોજ લગભગ 2.2 kWh વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં 12,000 BTU મિની સ્પ્લિટ AC માટે લગભગ 4થી 5 સોલાર પેનલની જરૂર પડી શકે છે.

જો હવામાન ખૂબ ગરમ અથવા ઠંડુ રહેતું હોય, AC દરરોજ 10 કલાકથી વધુ ચાલતો હોય અથવા આકાશમાં વાદળો વધુ રહેતા હોય, તો જરૂરિયાત પ્રમાણે સોલાર પેનલની સંખ્યા વધારવી પડી શકે છે.

Frequently Asked Questions

મિની સ્પ્લિટ AC વીજળીના વપરાશમાં સેન્ટ્રલ AC કરતાં કઈ રીતે અલગ પડે છે?

મિની સ્પ્લિટ AC ડક્ટલેસ અને ઇન્વર્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે જરૂરિયાત મુજબ કોમ્પ્રેસરની સ્પીડ ઓછી-વધુ કરે છે. આના કારણે તે સેન્ટ્રલ AC કરતાં ઓછી વીજળી વાપરે છે.

AC એક દિવસમાં કેટલી વીજળી વાપરશે તે કેવી રીતે ગણી શકાય?

ACની વોટ ક્ષમતાને દરરોજના ઉપયોગના કલાકો વડે ગુણીને 1,000 થી ભાગવાથી kWh માં દૈનિક વીજળી વપરાશ જાણી શકાય છે.

1-ટન મિની સ્પ્લિટ AC ચલાવવા માટે સામાન્ય રીતે કેટલા સોલાર પેનલની જરૂર પડે છે?

જો દૈનિક 8 kWh વીજળીની જરૂર હોય, તો 400 વોટના લગભગ 5 પેનલ અથવા 550 વોટના 4-5 પેનલની જરૂર પડી શકે છે. વધારાની ક્ષમતા માટે 5-6 પેનલનો વિકલ્પ રાખી શકાય છે.

AC માટે જરૂરી સોલાર પેનલની સંખ્યા કયા કારણોસર વધી શકે છે?

જો હવામાન ખૂબ ગરમ/ઠંડુ હોય, AC દરરોજ 10 કલાકથી વધુ ચાલે અથવા આકાશમાં વાદળો વધુ રહે, તો પેનલની સંખ્યા વધારવી પડી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget