Frauds Alert: વૉટ્સએપથી ડેટા ચોરવાનો સાયબર ઠગોનો નવો નુસખો, શરૂ કર્યુ સ્કીન શેર સ્કેમ, જાણો
ભારતમાં દર મહિને લોકો ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યાં છે. તેમની પાસેથી દર મહિને લાખો અને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે
WhatsApp, Frauds Alert: ભારતમાં દર મહિને લોકો ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યાં છે. તેમની પાસેથી દર મહિને લાખો અને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે, કરોડો રૂપિયાનો સ્કેમ થઇ રહ્યો છે. સરકાર આ પ્રકારના સાયબર ફ્રૉડને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ તેનો ખાસ ફાયદો દેખાઈ રહ્યો નથી. ઓનલાઈન છેતરપિંડી માટે વૉટ્સએપ સૌથી મોટું હથિયાર બની ગયું છે. હવે સાયબર ફ્રૉડ કરનારાઓએ લોકોને છેતરવા માટે વૉટ્સએપના એક ફિચરનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. તમારા માટે આ છેતરપિંડીની પદ્ધતિ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
WhatsAppનું સ્ક્રીન શેર ફિચર બન્યુ હથિયાર
વૉટ્સએપે થોડા દિવસો પહેલા સ્ક્રીન શેર ફિચર લૉન્ચ કર્યું છે, જે ઝૂમ, ગૂગલ મીટ અને માઇક્રોસૉફ્ટ ટીમ્સ જેવું જ છે. સ્ક્રીન શેર દ્વારા લેપટોપ અથવા ફોનની સ્ક્રીન કોઈ અન્ય સાથે શેર કરી શકાય છે, જેના પછી તે તમારા લેપટોપ પર થતી દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. આ ફિચરની મદદથી સાયબર ઠગ લોકોની સિસ્ટમ પર કબજો કરી રહ્યા છે અને પછી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ કૌભાંડને વૉટ્સએપ સ્ક્રીન શેર કૌભાંડ કહેવામાં આવી રહ્યું છે.
શું છે WhatsApp સ્ક્રીન શેર સ્કેમ ?
વૉટ્સએપ સ્ક્રીન શેર કૌભાંડમાં યૂઝર્સ કેવાયસી અથવા કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય વિશે લોકોને ગેરમાર્ગે દોરે છે અને પછી વીડિયો કૉલ કરે છે. આ પછી તેઓ સ્ક્રીન શેર કરવાનું કહે છે. સ્ક્રીન શેર થતાની સાથે જ ઠગ તમારા ફોન પરની દરેક વસ્તુ સાત સમંદર પાર બેસીને જોઈ શકે છે. સ્ક્રીન શેર થતાની સાથે જ આ ઠગ ફોન પર કબજો જમાવી લે છે. આ પછી તેઓ તમારા મેસેજ વાંચી શકે છે, OTP પોતે જોઈ શકે છે અને ફોન પર થતી દરેક ગતિવિધિને રેકોર્ડ કરી શકે છે. આ છેતરપિંડી કરનારા લોકોને તેમના ફોનને ઠીક કરવા માટે તેમની સ્ક્રીન શેર કરવાનું કહે છે.
આ કૌભાંડથી બચવાનો ઉપાય શું છે?
- કોઈપણ અજાણ્યા વીડિયો કે વૉઈસ કૉલ રીસીવ કરશો નહીં.
- કોઈને પણ વૉટ્સએપ કૉલ કરતા પહેલા એક વાર ચેક કરી લો કે તે સાચો છે કે નહીં.
- OTP, ડેબિટ કાર્ડ નંબર, CVV નંબર વગેરે કોઈપણ કિંમતે કોઈની સાથે શેર કરશો નહીં.
- વૉટ્સએપ કૉલ દરમિયાન કોઈની સાથે સ્ક્રીન શેર કરવાની ભૂલ ના કરો.
- કોઈપણ વેબ લિંક પર ક્લિક કરશો નહીં અથવા કોઈપણ ફોર્મ ઓનલાઈન ભરશો નહીં.