શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી ચૂંટણીમાં મતદાન અગાઉ મંદિર પહોંચ્યા કેજરીવાલ અને મનોજ તિવારી
દિલ્હીમાં સત્તા જાળવી રાખવામાં સંઘર્ષ કરી રહેલી આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા મતદાન અગાઉ ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિર પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તમામ 70 બેઠકો પર શનિવારે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. આ વચ્ચે દિલ્હીમાં સત્તા જાળવી રાખવામાં સંઘર્ષ કરી રહેલી આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા મતદાન અગાઉ ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિર પહોંચ્યા હતા.
દિલ્હી ચૂંટણીના મતદાન અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના પરિવાર સાથે કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. જ્યારે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી કાલકાજી મંદિરમાં માતાના દર્શન કરી પોતાના જીતના આશીર્વાદ માંગ્યા હતા. ક્નૉટ પ્લેસના હનુમાન મંદિરમાં દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું કે, હનુમાનજીએ તેમને કહ્યું છે કે સારુ કામ કરી રહ્યા છો. લોકોની સેવાર કરી રહ્યા છો, સેવા કરતા રહો. ફળ મારા પર છોડી દો, બધુ સારુ થઇ જશે. મને પુરી આશા છે કે જે પણ પરિણામો આવશે તે દિલ્હીવાસીઓના હકમાં રહેશે.Delhi CM Arvind Kejriwal offered prayers at Hanuman Temple in Connaught Place and BJP Delhi Chief Manoj Tiwari offered prayers at Kalkaji Temple. Voting for the Assembly Election to be held tomorrow. #DelhiElections2020 pic.twitter.com/ap0ZzhdVos
— ANI (@ANI) February 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion