શોધખોળ કરો

વેઇટ લોસ માટે દૂધીનું જ્યુસ પીતાં પહેલા સાવધાન, આ રીતે સેવન કરવાથી થઇ શકે છે મોત

દૂધીનું જ્યુસ પીવાથી વેઇટ લોસની સાથે અનેક ફાયદા વિશે આપે સાંભળ્યું , વાંચ્યું હશે પરંતુ દૂધીનું જ્યુસ પીતા પહેલા કેટલીક સાવધાની ન રાખવામાં આવે તો મોત થઇ શકે છે.

health tips:કોઈપણ લીલું શાકભાજી સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ જો તે સડેલું કે દૂષિત હોય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઈન્દોરનો તાજો કિસ્સો તેનું ઉદાહરણ છે. ઈન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સ્વર્ણ બાગ કોલોનીમાં રહેતા એક વ્યક્તિએ યુટ્યુબ જોઈને પોતાની બીમારીનો ઈલાજ કરવાની કોશિશમાં જીવ ગુમાવ્યો. તેણે યુટ્યુબ પર ઈલાજ શોધ્યો અને તેમાં જણાવ્યા મુજબ દૂધીનું જ્યુસ પીધુ.  જ્યારે તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ધર્મેન્દ્ર નામના વ્યક્તિના મિત્રોએ જણાવ્યું કે ધર્મેન્દ્રને હાથમાં દુખાવો થઈ રહ્યો હતો. તેણે યુટ્યુબ પર તેનો ઈલાજ શોધી કાઢ્યો. તેને ખબર પડી કે, દુધીનો  રસ પીવાથી હાથનો દુખાવો દૂર થાય છે. તે મુજબ ધર્મેન્દ્રએ દુધીનો રસ પીવાનું શરૂ કર્યું પરંતુ એક દિન  તેમની તબિયત બગડી હતી. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ તેને બચાવી શકાયો ન હતો

4 વર્ષ પહેલા પુણેમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો

ચાર વર્ષ પહેલાં, 42 વર્ષીય એન્જિનિયરનું પૂણેમાં કારેલાનો રસ પીવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડોક્ટરોએ જણાવ્યું કે કારેલાના રસનું ઝેર શરીરમાં ફેલાઈ ગયું. ઝેરના કારણે તેની લીવર-કિડની ફેલ થઈ ગઈ અને પછી બ્રેઈન હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું.

અગાઉ 2010માં જોઈન્ટ સેક્રેટરી કક્ષાના એક આઈએએસ ઓફિસરનું દૂધીના જ્યુસ પીવાથી  મોત થયું હતું. આ મૃત્યુનું સાચું કારણ જાણવા માટે સરકારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ એક સમિતિની રચના કરી હતી અને તેની તપાસ કરાવી હતી. કમિટીના રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે, જે દુધી સ્વાદમાં કડવી હોય તેન ન પીવી જોઇએ. તે જંગલી દુધી હોય છે અને તેમાં વિષ યુક્ત હોય છે  

2011માં ICMRના તત્કાલીન ડાયરેક્ટર (જોધપુર) ડૉ. જી.એસ. ટોટેજા, જેઓ આ સરકારી સમિતિના સભ્ય હતા, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કારેલાનો રસ પીવાનું ટાળવું જોઈએ. જેમાં 'કુકરબીટાસિન' રસાયણ ઉત્પન્ન થાય છે. તે શરીરમાં ગયાની સરેરાશ 5 મિનિટની અંદર લોહીના પ્રવાહ દ્વારા લિવર અને કિડની સહિતના તમામ અવયવો સુધી પહોંચે છે. જેના કારણે અંગ ફેલ થઈ જાય છે. દૂધીનું જ્યુસ કરતા પહેલા તેનો એક ટૂકડો ચાખી જુઓ.જો કડવી લાગે તો ન પીવી જોઇએ. કારેલા કે દુધીનું જ્યુસ પીધા બાદ બ્લડપ્રેશર, બેચેની, ગભરાટ, ઝાડા કે ઉલ્ટી જેવી સ્થિતિ હોય તો તરત જ ડોક્ટર પાસે જવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

Embed widget