શોધખોળ કરો
Advertisement
શું આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ સાથે અનિલ કપૂરનું કોઈ કનેક્શન હતું? દીકરી સોનમ કપૂરે આપ્યો જવાબ
સવાલોના જવાબ આપતા સોનમ કપૂરે કહ્યું કે, તેના પિતા અનિલ કપૂર આ વાતથી અજાણ હતા કે તે કોની સાથે તસવીર ખેંચાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર દિલ્હીમાં હાલમાં જ થયેલ ગોળીબાર પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે અનેક ટ્વીટ કર્યા હતા. ત્યાં સુધી કે તેણે હિંદુઓને ‘Fake Hindu’પણ કહ્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર સોનમ કપૂરની વાત પર ફેન્સ અને લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક ફેન્સ તેને અનિલ કપૂર અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની તસવીર પણ ટેક કરી છે.
તેની સાથે જ લોકો આ ફોટોને લઈને સવાલ પણ પૂછી રહ્યા છે. ઉઠી રહેલ સવાલોના જવાબ આપતા સોનમ કપૂરે કહ્યું કે, તેના પિતા અનિલ કપૂર આ વાતથી અજાણ હતા કે તે કોની સાથે તસવીર ખેંચાવી રહ્યા છે.
@AsYouNotWish जी आप बहुत प्रखरता से अपनी आवाज़ उठाती हैं। कृपया देश को बताएंगी कि आतंकी दाऊद के साथ आपके पिता की तस्वीर का संबंध उनके कर्म से है या उनके धर्म से ? https://t.co/87lgaNQk6N
— Ashok Shrivastav (@ashokshrivasta6) February 3, 2020
સોનમની ટ્વીટ પર તમામ લોકોએ કૉમેન્ટ કરી પણ એક પત્રકારની કૉમેન્ટ પર સોનમે જવાબ આપ્યો. પત્રકારે સોનમના પિતા અનિલ કપૂર અને દાઉદ ઈબ્રાહિમની એક તસવીર શેક કરતા પૂછ્યું, ‘તમે ખૂબ પ્રખરતાથી પોતાનો અવાજ ઉઠાવો છો. મહેરબાની કરી દેશને જણાવીશ કે, આતંકવાદી દાઉદની સાથે તમારા પિતાની તસવીરનો સંબંધ તેમના કર્મથી છે કે, તેમના ધર્મથી?’Cricket se hain. Indian cricket se.
— Sonam K Ahuja (@sonamakapoor) February 3, 2020
આના જવાબમાં સોનમે લખ્યું, ‘ક્રિકેટથી છે. ઈન્ડિયન ક્રિકેટથી.’ એક્ટ્રેસે વધુ એક ટ્વીટ કરી, ‘તે (અનિલ કપૂર) રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂર સાથે મેચ જોવા ગયા હતા અને એક બૉક્સમાં હતા. મને લાગે છે કે, તમારે કોઈના પર આંગળી ઉઠાવવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આવામાં બીજી ત્રણ આંગળી તમારા પર હોય છે. ભગવાન રામ તમને દુષ્ટતા અને હિંસા ફેલાવવા માટે માફ કરે.’@sonamakapoor जी आप बहुत प्रखरता से अपनी आवाज़ उठाती हैं। कृपया देश को बताएंगी कि आतंकी दाऊद के साथ आपके पिता की तस्वीर का संबंध उनके कर्म से है या उनके धर्म से ? https://t.co/87lgaNQk6N
— Ashok Shrivastav (@ashokshrivasta6) February 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement