શોધખોળ કરો
વડોદરામાં મોદીના આગમન પહેલા મનમોહનસિંહના હોર્ડિંગ્સ લાગતા ભાજપમાં દોડધામ
1/3

મોદીના આગમન સમયે જ તેમના રૂટ પર આવા હોર્ડિગ્સ લાગતા ભાજપમાં દોડધામ મચી જવા પામી છે. મોદીની વડોદરા મુલાકાતને લઇને શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
2/3

મોદી આજે વડોદરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ પહેલા એરપોર્ટના નામને લઈને પણ વિવાદ છેડાયો છે શહેરના વુડા સર્કલ સહિત ઠેર-ઠેર એરપોર્ટ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની દેન હોવાના હોર્ડિગ્સ લાગ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતી દ્વારા આ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે.
3/3

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વડોદરાની મુલાકાતે આવશે. જોકે મોદીની મુલાકાત પહેલા જ વડોદાર શહેરમાં કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના બેનર લગાવાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદારમાં મોદીના રુટ પર વિવિધ સ્થળોએ 'શ્રી ડો. મનમોહનસિંજીની દૂરંદેશીને સલામ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અર્પણ"ના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં એરપોર્ટ અને મનમોહનસિંહના ફોટા મુકવામાં આવ્યા છે.
Published at : 22 Oct 2016 01:30 PM (IST)
View More





















