શોધખોળ કરો
અર્જુન રામપાલે કેમેરો ઝૂંટવી ઘા કરતા બીજો યુવક થયો ઘાયલ, જાણો સમગ્ર ઘટના, જુઓ વીડિયો
નવી દિલ્હી: બૉલીવુડ અભિનેતા અર્જુન રામપાલ સામે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં હોબાળો કરવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અર્જુને કૅમેરાનો ઘા કરતાં શોભિત નામનો શખ્સ ઘાયલ થયો હતો.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અર્જુન રામપાલ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં ગયો હતો. જ્યાં એક શખ્સે તેનો ફોટો ક્લિક કર્યો હતો. આથી, અર્જુન રામપાલ ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો હતો. અને તેણે કૅમેરો ઝૂંટવી લઈને તેનો ઘા કર્યો હતો.
અર્જુને ઘા કરેલો કૅમેરો ત્યાં બેઠેલા શોભિત નામના ગ્રાહકને વાગ્યો હતો. જેને ઈજા પહોંચી હતી. આ ગ્રાહકે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમ વખતે અર્જુનની સાથે કોણ હતું, તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું. બીજી બાજુ, ગ્રાહકની ઓળખ પણ છતી નથી થઈ.
બીજી બાજુ, શોભિતનું કહેવું છે કે, આ ઘટના સવારે 3.30 કલાકે ઘટી હતી. આ અંગે ઘાયલ થવા છતાંય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ઢીલ કરવામાં આવી રહી છે.

આગળ જુઓ