શોધખોળ કરો
અમદાવાદના આનંદનગરમાં મહેફિલ માણતો કોલ સેન્ટરનો કિંગ નીરવ રાયચુરા ઝડપાયો
અમદાવાદમાં મહેફિલ માણતો નીરવ રાયચુરા ઝડપાયો હતો. પોલીસના દરોડામાં ક્રિપ્ટો કરંસી, અબજોના હિસાબ મળી આવતા ઈડી અને ઈંકમટેક્સ સક્રિય થયુ હતું. શહેરમાં બોગસ કોલ સેન્ટરો ચલાવતાં મોટા માથાઓમાંથી એક નિરવ રાયચુરા સહિત ત્રણ લોકોને આનંદનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે નિરવ રાયચુરા તેની ઓફિસમાં તેના મિત્રો સાથે દારૂની મહેફીલ માણી રહ્યો છે. તેના આધારે આનંદનગર પોલીસે આનંદનગરમાં સફલ પ્રોફીટેરમાં આવેલી ઓફિસમાં દરોડો પાડ્યો હતો જેમાં દારૂની મહેફીલ માણતા નિરવ રાયચુરા, સંતોષ સોંડા અને રાહુલ પુરબીયા મળી આવ્યા હતા.
આગળ જુઓ




















