Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
મહેસાણાના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે બે ઈકો કાર ચાલકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ.. પેસેન્જર લેવા બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની.. બંન્ને પક્ષના ચાલકોએ એકબીજા પર છરીથી સામસામે હુમલો કર્યો.. આ હુમલામાં સાબિર હુસેન નામના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.. જ્યારે માજીદ નામના એક વ્યક્તિ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા.. ઘટનાની જાણ થતા જ બંન્ને પક્ષના લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ પરિસરમાં ઉમટ્યા થોડા સમય માટે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો.. જો કે પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો.. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે સાકીર હુસેન અને યુનુસ બાબી સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી






















