Panchmahal Crime | શહેરામાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધો આપઘાત
Panchmahal Crime | શહેરા તાલુકાના જુના લીંબોદ્રા ગામે સનસની ખેજ ધટના બની. પ્રેમીએ પ્રેમિકા નુ ગળું રેહસી હત્યા કરી પોતે ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા. રવિવારના રોજ ગુમ થયેલ પ્રેમી પંખીડાની લાશ નજીકમાં આવેલ જંગલમાંથી મળી આવી. સોશિયલ મીડિયા માં વાયરલ થયેલા ફોટા બાદ શહેરા પોલીસ દ્વારા યુવક યુવતીની શોધ ખોળ શરુ કરવામાં આવી હતી. પ્રેમીએ પહેલાં ધારદાર ચપ્પા વડે પ્રેમિકાના ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી અને ત્યાબાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. રવિવારે સાંજથી ગુમ થયેલ પ્રેમી યુવક યુવતી ની ભાળ મેળવવા શહેરા પોલીસે સતત 20 કલાક શોધખોળ આદરી હતી. શહેરા પોલિસે ફોરેન્સિક ટીમ ની મદદ લઇ સમગ્ર મામલો તપાસ હાથ ધરી.





















