શોધખોળ કરો
Advertisement
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં 10 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ચાણક્ય ભવન ખાતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે બે વાગ્યા સુધી મતદાન ચાલશે. ચાણક્ય ભવનના બે અલગ-અલગ રૂમમાં જિલ્લા પ્રમાણે મતદાન થઈ રહ્યું છે. પ્રમુખ અને મહામંત્રી પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 33 જિલ્લાના 501 મતદારો પ્રમુખ અને મહામંત્રીની ચૂંટણીમાં મતદાન કરશે. પાંચ મતદારોથી વધુ સંખ્યામાં નહીં અને માસ્ક,સેનેટાઈઝેશન સહિત કોરોનાના નિયમો સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદારો મતદાન દરમિયાન મોબાઈલ સાથે નહીં રાખી શકે. 501 મતદારો પૈકી ગીરસોમનાથના 9 અને બનાસકાંઠા જિલ્લાના 33 મતદારોના મત કોર્ટના આદેશ મુજબ અલગ મતદાન પેટીમાં કરાશે. આ 42 મતની ગણતરી કૉર્ટના આદેશ મુજબ કરવામાં આવશે. ગીરીશભાઈ પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્રકુમાર ગોહિલ અને સતીષભાઈ પટેલે મહામંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી છે. બપોરે ત્રણ વાગ્યા બાદ મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણી
Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સ
Vav By Poll 2024 : વાવની ચૂંટણીમાં ભુવાજીની એન્ટ્રી! ગુલાબસિંહને જીતાડવા માટે અપીલ
Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat નો 5761 મતોથી વિજય
Haryana JK Elections Result | ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે શું ઉઠાવ્યા સવાલ?
Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat 4 હજારથી વધુ મતોથી આગળ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion