Hu to Bolish | હું તો બોલીશ | 'ભ્રષ્ટાચાર' આઉટ ઓફ કંટ્રોલ !
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી...જેમણે સર્કિટ હાઉસમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો કે સરથાણા ઝોન વચેટિયા અને દલાલોનો અડ્ડો બન્યું છે...અધિકારીઓ ગાંઠતા નથી..સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી...સરથાણા ઝોનમાં વચેટિયા તોડ કરે છે....એક મકાન દીઠ 1 લાખનો તોડ કરવામાં આવે છે...સણીયા હેમાદ ગામમાં અધિકારીઓ ડિમોલિશન કરવા જાય ત્યારે સેટિંગ કરવા મુદ્દે એજન્ટોના કોલ આવે છે...અને સરથાણા ઝોનના ઝોનલ ઓફિસર સતીશ વસાવા તોડ કરાવે છે...આ આરોપ કુમાર કાનાણીએ લગાવ્યા...જેને સમર્થન સણિયા હેમાદ ગામના ઉદ્યોગકારોએ આપ્યું છે....ઉદ્યોગકારોનું કહેવું છે કે, પાલિકાના સેટિંગબાજ અધિકારીઓ ચા-પાણીના 5 લાખ રૂપિયા માંગે છે....જો રૂપિયા આપો તો ડિમોલિશન ન થાય અને રૂપિયા આપવામાં આનાકાની કરીએ તો સીધું ડિમોલીશન કરવામાં આવે છે....
ભાજપના કોર્પોરેટર નરેંદ્ર પાંડવે પણ કમિશ્નર સમક્ષ કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી....નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશ્નર ઓફીસમાં પહોંચ્યા....અને કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો હોવાની ફરિયાદ કરી...આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ લગાવ્યો...સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના કોર્પોરેટર નરેશ ધામેલિયાએ પણ અધિકારીઓ ગણકારતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો..