Hun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!
જૂનાગઢમાં ગાદીનો વિવાદ હવે તમામ સીમા વટાવીને મુજરા સુધી પહોંચી ચૂક્યો છે.. અખાડા પરિષદમાંથી હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી પર લગાવ્યા ગંભીર આરોપ.. શિવરાત્રીના મેળામાં મુજરા થતા હોવાના વીડિયો વાયરલ કરીને અખાડામાં દારૂ પીવાતો હોવાનો મહેશગીરીએ આરોપ લગાવ્યો.. મહેશગિરીએ જાહેર કરેલા તમામ વિડીયોમાં હરિગિરીના સાધુઓ હોવાનો દાવો કર્યો....જ્યાં સુધી ભવનાથ અને ગિરનારમાંથી હરિગીરી નહીં જાય ત્યા સુધી શાંતિની નહીં બેસુ તેવુ કહેનારા મહેશગિરીએ જૂનાગઢ ભાજપ નેતા ગિરિશ કોટેચાને લઈને પણ વાણી વિલાસ કર્યો.. મહેશગીરીએ ગિરિયો અને હરિયો કહીને શાબ્દિક પ્રહારો કર્યા કે મહાનગર પાલિકાની ચૂંટણી માટે ગિરીશ કોટેચા અને તેમનો આખો પરિવાર ટિકિટ માગવા નીકળ્યો છે.. ગિરીયો અને હરિયો બંન્ને ભ્રષ્ટાચારી છે.. દાદાગીરી કરે છે.....





















