Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત છે. વર્જિનિયામાં મહેસાણાના પિતા-પુત્રીની ગોળી મારીને કરી દેવામાં આવી હત્યા. મુળ મહેસાણાના કનોડા ગામના અને એકોમેક કાઉન્ટીમાં રહેતા પ્રદીપકુમાર પટેલ અને તેની 24 વર્ષીય પુત્રી ઉર્મિલાની અશ્વેત શખ્સે દુકાનમાં ઘુસીને ગોળીમારીને હત્યા કરી. 20 માર્ચે સવારે પાંચ વાગ્યે પ્રદીપભાઈ અને તેમની પુત્રી ઉર્મિલા સ્ટોર ખોલી અંદર જતા હતા ત્યારે જ પાછળથી આવેલ જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન નામના આરોપીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ.. જેમાં પ્રદીપભાઈનું ઘટનાસ્થળે, જ્યારે ઉર્મિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ.. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરપીન ધરપકડ કરી દીધી. પિતા-પુત્રીના મોતથી પરિવારજનો અને કનોડા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.
વર્ષ 2024માં વડોદરાના યુવક મૈનાંક પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. .મૈનાંક પટેલ સોલાટ સિટીમાં ગેસ સ્ટેશનમાં સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતો હતો. ત્યારે લૂંટના ઈરાદે આવી કેટલાક શખ્સોએ અંધાધૂંધ ગોળી બાર કર્યો અને હત્યા કરી નાખી.





















