શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ

ગુરુ ગોળ ન ખાય અને ચેલાઓને શિખામણ આપે આ કહેવત આપણા વડવાળાઓએ બનાવી હશે ત્યારે જ નક્કી થઈ ચૂક્યું હશે.. ચિઠ્ઠી નીકળવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની એટલે કે બાબા બાગેશ્વરની.. પોતે ગાડી અને હેલિકોપ્ટરમાં ફરવાનું અને બીજાને શિખામણ આપે ત્યાં સુધી તો બરાબર છે પણ પોતે જ તેનો અમલ ન કરે.. આ તે કેવું... કારણ કે ધીરેંદ્ર શાસ્ત્રી એક મહિનામાં 1 લીટર પેટ્રોલ ડીઝલ પણ ઉપયોગ ન કર્યાની વાત કરી રહ્યા હતા અને માત્ર 20 દિવસની અંદર તેની ત્રણ ત્રણ તસવીરો સાર્વજનિક છે... ક્યારેક હેલિકોપ્ટરથી તો ક્યારેક મોંઘી મોંઘી કારમાં સવાર થઈને દેશને પેટ્રોલ ડીઝલ બચાવવાનો ઉપદેશ આપી રહ્યા છે. પહેલા તમને ધીરેંદ્ર શાસ્ત્રીનું નિવેદન સંભળાવીએ 

બની શકે કે ધીરેંદ્ર શાસ્ત્રી વિચારી રહ્યા હોય કે હેલિકોપ્ટર, ડિફેંડર અને ફોર્ડ એન્ડેવર જેવા વાહન એક લીટરથી ઓછા પેટ્રોલ-ડીઝલમાં હિમાચલના પહાડો પાર કરી ગયા.... પણ આપને 
ધીરેંદ્ર શાસ્ત્રીના ઈંધણ ખર્ચનો હિસાબ જણાવીએ... 

હેલિકોપ્ટર અને મોંઘી કારની બદલે સાર્વજનિક વાહનોથી યાત્રા કરી હોત તો તેની અપીલનું મહત્વ ખૂબ મોટુ હોત હવે ધીરેંદ્ર શાસ્ત્રીના નિવદેનનો બાકીનો ભાગ પણ સાંભળો 

જો કે બાબા અગાઉ મહાકુંભ નહીં જાય તો દેશદ્રોહી ગણાશે.... માથામાં સિંદૂર- ગળામાં મંગળસૂત્ર ન હોય મતલબ પ્લોટ ખાલી. સાંઈબાબા સંત ફકીર પણ ભગવાન નહીં... હું હનુમાનનો અવતાર છું.. હું ખિસ્સામાંથી હનુમાનજી કાઢીને દર્શન કરાવું... આવા અનેક વિવાદો કરતા રહ્યા અને દરબાર પણ કર્યા..

અને આવો જ દરબાર હવે રાજકોટમાં જૂન મહિનાની 5,6 અને 7 તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યો છે. પણ એ પહેલા જ વિવાદ અને કકળાટ શરૂ થઈ ચુક્યો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચેલેન્જ આપવામાં આવી.. ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળીયો પકડે તો 101 ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી... આ જાહેરાત કરી અમદાવાદના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રેશનલિસ્ટ પિયુષ જાદુગરે... ચમત્કાર કરો અને અમદાવાદ રેશનલિસ્ટ એસોસિએશનનું ઈનામ જીતોનું પોસ્ટર પણ સોશલ મીડિયામાં વાયરલ થયું...

તો રાજકોટમાં સનાતન ધર્મ સમિતિના સભ્ય મંગેશ દેસાઈએ પણ પિયુષ જાદુગરના આ જ પડકારનો સ્વીકાર કર્યો.... કથાના મંચ પર આવીને ધીરેન્દ્ર શાસ્ત્રીનો સામનો કરવા પિયુષ જાદુગર સહિતના તમામને આમંત્રણ આપ્યું.... સાથે જ જો તેઓ ગરમ સળીયો પકડી જાદુ દેખાડી શકશે તો એક હજાર ડોલરનું ઈનામ આપવાની મંગેશ દેસાઈએ જાહેરાત કરી.

અગાઉ રાજકોટમાં યોજાયેલ દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેમની પરચી કાઢી હતી તે સુરેખા મેવાડાએ વિરોધકર્તાઓને પડકાર આપ્યો... સુરેખા મેવાડાએ દાવો કર્યો કે તેમના પતિને રાજકીય રીતે આગળ વધવાનું સપનું છે તે પરચીમાં નીકળ્યુ હતુ.. જે તેમને અને તેમના પતિ સિવાય કોઈને ખબર નહોતી.. સુરેખા મેવાડાએ પરસોત્તમ પીપળીયાને ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં આવવાનું અને જાત અનુભવ કરવાનો પડકાર આપ્યો..

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget