Hun to Bolish | હું તો બોલીશ | આ લસણથી સાવધાન !
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતું રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટ યાર્ડ. જ્યાં હાલ અલગ અલગ લસણની પુષ્કળ આવક થઈ રહી છે. એવામાં 2 દિવસ પહેલા આવેલા લસણના જથ્થામાં 30 બોરી એટલે કે, અંદાજે 600 કિલો ચાઈનીઝ લસણ મળી આવ્યું. ઉપલેટાનો અશફાક નામનો શક્સ ચાઈનીઝ લસણ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યો હતો. પરંતુ વેપારીઓ તાત્કાલિક ઓળખી ગયા કે, આ તો ચાઈનીઝ લસણ છે, જેથી યાર્ડના સતાધીશો અને વેપારીઓએ લસણની હરાજી ન કરી. હાલ તો ચાઈનીઝ લસણનો 600 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મુદ્દે રાજ્ય સરકારને પણ જાણ કરાઈ છે. 2014થી ચાઈનીઝ લસણ પર ભારતમાં પ્રતિબંધ છે. એવામાં ચાઈનીઝ લસણ ક્યાંથી આવ્યું તેને લઈને પણ સવાલો ઉભા થયા છે.. સમગ્ર મુદ્દે ભારતીય કિસાન સંઘે પણ માગ કરી કે, કૃષિ વિભાગ તપાસ કરી કાર્યવાહી કરે....





















