Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. જેના ત્રણ મહત્વના નિવેદનો હાલ છે ચર્ચામાં. આ ત્રણેય નિવેદનમાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વો, ગુંડાઓ, વ્યાજખોરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે સરઘસ તો નીકળશે જ. 5 ડિસેમ્બરના ગાંધીનગરમાં પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો. જેમાં તોફાનીઓને લઈને પોલીસને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ડંડો તો છૂટથી જ વાપરજો. ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. તો 2 ડિસેમ્બરના સંઘવીએ સુરતથી પાંડેસરા ક્રાઈમબ્રાંચના યુનિટના લોકાર્પણ પ્રસંગે તોફાનીઓને સંદેશો આપ્યો કે જોજો સીધા રહેજો નહીં તો લંગડાતા લંગડાતા ચાલવું જ પડશે. વરઘોડો તો નીકળશે જ.. તો અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો. જેમાં ગૃહવિભાગે ગુનેગારોને પકડવા ફ્રી હેન્ડ આપ્યો અને ગણતરીની કલાકોમાં પથ્થરબાજોને પોલીસે ઉઠાવી લીધા. ગુનેગારો પકડાતા જ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. હાલ તો સંઘવીના નિવેદન બાદ રાજ્યભરમાં ગુનેગારોના વરઘોડા જબરદસ્ત નીકળી રહ્યા છે.