Hun To Bolish : હું તો બોલીશ : ફ્લેટ 5 સ્ટાર, ભાડું 37 રૂપિયા !
આજે લાભ પંચમી છે અને ધારાસભ્યોને અગાઉથી જ થઈ ચૂક્યો છે લાભ. વિધાનસભામાં પ્રજાનું જનપ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો માટે ગાંધીનગરના સેક્ટર-17માં 220 કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા લક્ઝુરિયસ ફ્લેટ- સદસ્ય આવાસ ભાઈબીજના દિવસે રહેવા માટે ખુલ્લા મુકાયા. અહીં 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું છે. જેમાંથી કુલ 216 આવાસમાંથી લાભ પાંચમથી દેવ દિવાળીની વચ્ચે 151 જેટલા ધારાસભ્યોને મહિને 37 રૂપિયાના નિયત ભાડા સાથે લક્ઝુરિયસ 5BHK ફ્લેટ ફાળવાશે. 28 હજાર 576 મીટર વિસ્તારમાં નવા આવાસ તૈયાર કરાયા છે.. એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આવાસમાં મળતી સુવિધાની વાત કરીએ તો,
5 રૂમ, ત્રણ માસ્ટર બેડરૂમ, ત્રણ એટેચ ટોઈલેટ, એક કોમન ટોઈલેટ, મુલાકાતીઓ માટે વેઈટિંગ એરિયા, ચર્ચા-બેઠક માટે મીટિંગ રૂમ, લાઈબ્રેરી અથવા રીડિંગ રૂમ....સ્ટોર રૂમ...ડ્રેસિંગ રૂમ....રસોડું.....રસોઈયા/ઘરઘાટી માટે અલગ રૂમ સાથેની એન્ટ્રી.....જિમ.....સ્વિમિંગ પૂલ....ડાઈનિંગ હોલ.....કોમ્યુનિટી હોલ.....43 ઈંચનું LED ટીવી....ACથી સજ્જ લિવિંગરૂમ, ઓફિસ અને માસ્ટર બેડરૂમની સુવિધા છે....એટલું જ નહીં, ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની પણ સુવિધાઓ આપવામાં આવી છે....





















