Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત પોલીસનું 'દીવ દર્શન' !
દીવમાં ભાવનગર પોલીસ લખેલી સરકારી બોલેરો કારનો વીડિયો વાયરલ. દારૂની દુકાન સામે ઉભી છે પોલીસવાન.
દીવમાં ભાવનગર પોલીસ લખેલી સરકારી બોલેરો કારનો વીડિયો વાયરલ. દારૂની દુકાન સામે ઉભી છે પોલીસવાન. બે વ્યક્તિ પોલીસવાનમાં બેસી રહ્યા છે. આ સમયે એક વ્યક્તિના હાથમાં પ્લાસ્ટિકની બે થેલી છે. જેમાં દારૂની બોટલ હોવાની ચર્ચા છે. વીડિયો વાયરલ થતાં જ તપાસ શરૂ કરાઈ. વાયરલ વીડિયો અંગે પોલીસે પુષ્ટિ કરી કે, વિજિલન્સ હેઠળ આવતી આ પોલીસવાન વીજ ચેકિંગ માટે ઉના પહોંચી હતી. જો કે, ઉનામાં હોટેલ બંધ હોવાથી કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ જમવા માટે દીવ પહોંચ્યા હતા. જો ખરેખર દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યો હશે તો કાર્યવાહી કરાશે..





















