Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?
ગાંધીનગર, સુરત, મહેસાણા, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી યુવકોનો ભોગ લઇ રહી છે. પોલીસ વિભાગે ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર તો કરી દીધો, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે આ પરિપત્રનો અમલ ક્યારે થશે. ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે તે હકીકત છે. પાછલા એક મહિનાથી રાજ્યમાં ચાઇનીઝ દોરીથી મોત અને ગંભીર ઇજાઓની ઘટના સામે આવી છે.
30 ડિસેમ્બરે સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. CCTV દ્રશ્યો છે ગલેમંડી વિસ્તારના. રાકેશ પરમાર નામનો યુવક ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો..અચાનક દોરી વચ્ચે આવતા ટુ વ્હીલર સાથે તે જમીન પર પટકાયો. તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા અને લોહી લુહાણ હાલતમાં રાકેશને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો..જ્યા ગળાના ભાગે 20 ટાંકા લેવા પડ્યા.
30 ડિસેમ્બરે વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. ગળામાં દોરી ફસાઈ જતા યુવક નીચે પટકાયો હતો. વડોદરામાં એક સપ્તાહમાં પતંગની દોરીથી છ લોકોને ઈજા, એકનું મોત. 16 ડિસેમ્બરે વડોદરાના સોમા તળાવ પાસે પતંગની દોરીથી બાઈકચાલકનું મોત થયું. ફૂડ ડિલીવરી માટે નીકળેલા યુવકનું કાતિલ દોરીથી ગળુ કપાયું. 27 વર્ષીય ફૂડ ડિલીવરી બોયના મૃત્યુથી પરિવારમાં શોક. 10 ડિસેમ્બરે સુરતના લિંબાયતમાં કાતિલ દોરીથી નોકરીએ ઘરે જતા યુવકનું ગળું કપાયું. ઈજાગ્રસ્ત શૈલેષ વસાવાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો. લિંબાયતના નીલગીરી સર્કલ નજીક આ ઘટના બની. ઈજાગ્રસ્ત યુવકને ગળાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી.
સૌથી વધુ મહેસાણાના આંબલિયાસણ ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં 3 લોકોના ગળા કપાયા. જેમાં એક યુવકનું મૃત્યુ થયું. તો બે લોકો મિતેશ જોશી અને સીમાબેન પટેલ ઈજાગ્રસ્ત થયા. આંબલીયાસણના રેલવે પુલ પરથી મોપેડ પર સીમાબેન જઈ રહ્યા હતા. અને ગળાના ભાગે ચાઈનીઝ દોરી ફસાઈ.. ગળુ કપાઈ જતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જો કે સત્વરે સારવાર મળી જતા યુવતીનો જીવ બચ્યો છે...