Hun To Bolish | હું તો બોલીશ | કેમ મરી પરવારી માનવતા?
Hun To Bolish | હું તો બોલીશ | આકરા તાપમાં શ્રમિકો કરી રહ્યા છે મજૂરી.... સરેઆમ બાંધકામ સાઈટ પર માર્ગદર્શિકાનો ભંગ થતુ હોવાનું એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં સામે આવ્યું... અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 40થી 45 ડિગ્રીથી પણ વધુ તાપમાનમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા... જ્યારે કે સરકારની માર્ગદર્શિકા છે કે બપોરે 1થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઈટ પર કામકાજ બંધ રાખવું... સુરતમાં આકરા તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા... વીઆઈપી રોડ પર માઈલ સ્ટોન પ્રોજેક્ટમાં શ્રમિકો મજૂરી કરતા જોવા મળ્યા.... તેમને એ પણ ખબર નથી કે સરકારની આવી કોઈ માર્ગદર્શિકા છે કે બપોરે 1થી 4 સુધી કામ બંધ રાખવું..... અને તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે.... કોન્ટ્રકટરો શ્રમિકોના જીવની ચિંતા નથી કરી રહ્યા....





















