Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
કોઈપણ સહકારી સંસ્થા એના સભાસદોનું હિત જાળવે તે માટે કાર્યરત હોવી જોઈએ અને ખાસ કરીને જે પણ ખેતીવાડી મંડળીઓ અને ખેતીવાડી સંસ્થાઓ છે અને ખેતી સાથે જોડાયેલું જે બેન્કિંગ સેક્ટર છે તેની પ્રાથમિકતા અને કેન્દ્રબિંદુ પણ માત્રને માત્ર ખેડૂતોનું હિત હોવું જોઈએ. એવું જ ખેતી બેંકમાં જોવા મળે છે. ખેતી બેંકની 73મી સામાન્ય સભા પહેલાં આજે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ મોટી જાહેરાત કરી છે.
ખેતીબેંકની 73મી સામાન્ય સભા પહેલા આજે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરી મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જાહેરાત કરાઈ કે હવે ખેતી બેંક પાસેથી ધિરાણ મેળવનારા ખેડૂતો માટે બેંક 11 લાખનો વીમો લેશે.. આટલું જ નહીં બેંકમાં થાપણ મૂકનાર દરેક વ્યકિતને 10 લાખ સુધીની મેડિકલ સેવા મળી રહે તેવું પણ આયોજન કરાઈ રહ્યાની ડોલર કોટેચાએ જાહેરાત કરી.





















