Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
રાજ્યમાં ડમી શાળાઓના ચાલતા વેપલા સામે ‘એબીપી અસ્મિતા’ના લોકપ્રિય શો ‘હું તો બોલીશ’માં કરાયેલા પર્દાફાશની રાજ્યભરમાં જોરદાર અને વ્યાપક અસર જોવા મળી રહી છે. આ સનસનીખેજ અહેવાલ પ્રસારિત થયા બાદ ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધીનું શિક્ષણ પ્રશાસન સફાળું જાગી ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે તમામ સંબંધિત શાળાઓ સામે હકીકતલક્ષી તપાસ હાથ ધરીને જે પણ શાળા દોષિત સાબિત થશે તેની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવાની સત્તાવાર ખાતરી આપી છે, જ્યારે રાજકોટમાં આવી એક શાળા સામે કાર્યવાહી થઈ ચૂકી છે અને અન્ય ત્રણ સામે તપાસ પ્રગતિમાં છે. બીજી તરફ, અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ પણ આ મામલે તાત્કાલિક લાલઆંખ કરીને તપાસના આકરા આદેશો આપી દીધા છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી મુદ્દે એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને વિગતવાર સરપ્રાઈઝ ચેકિંગ કરવા અને તેનો રિપોર્ટ તાત્કાલિક DEO કચેરી ખાતે જમા કરાવવા આદેશ કરાયા છે. આમ, ‘એબીપી અસ્મિતા’ની આ મહામુહીમથી ડમી શાળાઓ ચલાવતા ભૂમાફિયાઓ અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.






















