શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!

સુરત શહેરમાં રોડ નંબર 6 વિસ્તારમાં ભાજપ સાથે જોડાયેલા યુવા પદાધિકારી જય દલાલની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી... મૃતક જય દલાલ ભાજપ યુવા મોરચામાં ડીંડોલી વોર્ડના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. 17 મે એ રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં જય દલાલ પોતાના મિત્રો સાથે એક ભંગારની દુકાન નજીક ઊભા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ અચાનક તેમની ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો... હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું...મૃતકના માતાના આરોપ મુજબ, કિશન ઉર્ફે ચકલી, પંકજ પાટીલ અને મિલિંદ કોળીએ તેમના પુત્રની નિર્દયતાથી હત્યા કરી છે..આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓ હમણા પાસામાંથી બહાર નીકળ્યા છે. અને આરોપીઓને એમ હતુ કે જયના કારણે તેમને પાસા થઈ છે...જેનો ખાર રાખી હત્યા કરી...પરિવારજનોની શુ વ્યથા છે તેમની શું માગ છે એ પણ સાંભળી લઈએ....

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 17મી મે રવિવારે દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા...શરૂઆતમાં કેસ લઠ્ઠાકાંડનો લાગ્યો....પણ પોલીસ તપાસમા ચોંકાવનારો ખુલાસો થયો...જીણા ભગત નામના વ્યક્તિએ દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી હત્યાને અંજામ આપ્યો..અગાઉ પોલીસને બાતમી આપ્યાની  અદાવતમાં જીણા ભગત નામના શખ્સે જ દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને મનસુખ ડાભી અને અલ્પેશ સાબરીયાની હત્યા કરી.. મૃતકના પરિવારજનોએ જીણા ભગત પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.. જે બાદ પોલીસે  અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી.. સીસીટીવી કેમેરાની તપાસમાં આરોપીની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા...પોલીસે આરોપી જીણા ભગતની કડક પૂછપરછ હાથ ધરી હતી.. જેમાં જીણા ભગતે દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને બંન્નેની હત્યા કરી દીધી હોવાના ગુનાની કબૂલાત કરી.. એટલુ જ નહીં.. પોલીસ તપાસ દરમિયાન આરોપી જીણા ભગતે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો.. આરોપી જીણા ભગત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. પોલીસની વધુ તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપી જીણા ભગત વરલી મટકાનો ધંધો કરે છે.. જેની મૃતક મનસુખ ડાભીએ બાતમી હોવાની શંકા હતા. એ જ શંકામાં આરોપી જીણા ભગતે મનસુખ ડાભીની હત્યાનું ષડયંત્ર રચ્યુ..હાલ તો પોલીસે હત્યાની કલમ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી..

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget