શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ગુજરાતમાં ડમ્પરોનો કહેર અટકી નથી રહ્યો....સુરતમાં L&T એન્જિનિયરનું ડમ્પર નીચે કચડાઈને મોત થયું તો કોસંબા ગામે એક જ અકસ્માતમાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના જીવ ગયા...ડમ્પરના કહેરની વધતી ઘટનાઓને જોતા એબીપી અસ્મિતાએ મહાનગરોમાં રિયાલિટી ચેક કર્યું...(5 વિન્ડો) સુરત,અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર,વડોદરા જેવા શહેરોમાં મંજૂરી હોય કે ના હોય,બેફામ રીતે ચાલકો ડમ્પર હંકારતા જોવા મળ્યા....  અમદાવાદના ગોતા અને SG હાઈવે પર પ્રતિબંધ છતાં ડમ્પરો બેફામ દોડી રહ્યા છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ અને ગાંધીનગરના રોડ નંબર-7 પર પણ પ્રવેશબંધીના બોર્ડને કોઈ પાલન કરતું નથી. ઘણા ડમ્પર ચાલકો પાસે લાઇસન્સ પણ નથી. પ્રતિબંધ અને નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે. સરકાર અને ટ્રાફિક વિભાગ પાસે આ બેદરકારી પર સખત કાર્યવાહીની માંગ વધી રહી છે.
---------------------------
સુરત ડમ્પર અકસ્માત
----------------------
વાત પહેલા સુરતની....સુરતમાં એક હૃદયવિદારક ઘટના બની... હજીરા L&T કંપનીમાં ડિઝાઇનર એન્જિનિયર તરીકે કામ કરતા 28 વર્ષીય જયેશ રાજેન્દ્ર બોરસેનું ડમ્પરની ટક્કરે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું....અલથાણ શ્યામ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા બેફામ ડમ્પરે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી. હેલ્મેટ પહેરેલો હોવા છતાં યુવક બચી શક્યો નહીં... સીધો ડમ્પરના વિશાળ ટાયરો નીચે કચડાઈ ગયો. CCTV ફૂટેજમાં આ ભયાનક દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે.નવી સિવિલ હોસ્પિટલમાં જયેશની માતાનું હૈયાફાટ રુદન દરેકની આંખો ભીની કરી ગયું....જયેશ પરિવારનો એકમાત્ર આર્થિક આધાર હતો..... ડમ્પર ચાલક રામનરેશ યાદવને પકડીને અલથાણ પોલીસે ધરપકડ કરી....
--------------------------
સુરત કોસંબા એપ્રિલમાં અકસ્માત
----------------------------
ગત 14 એપ્રિલે પણ સુરત જિલ્લામાં  ડમ્પરનો કહેર જોવા મળ્યો ....માંગરોળ તાલુકાના કોસંબા ગામે નેશનલ હાઈવે-48 પર બેફામ ડમ્પરે બે બાઈકને અડફેટે લીધા બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં ઘૂસીને અકસ્માત કર્યો...આ ઘટનામાં પિતા અને પુત્રી સહિત કુલ ત્રણ લોકોના મોત થયા...જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચી... ડમ્પર કન્સ્ટ્રક્શન સાઇટમાં ઘૂસતાં એક મહિલા શ્રમિક પણ તેની નીચે કચડાઈ ગઈ.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતા ડમ્પર ચાલકને લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો....
-------------------------------
સુરત પ્રફુલ પાનસેરિયા
--------------------------
સુરત શહેરમાં બેફામ ડમ્પરોના આતંકના સાક્ષી બન્યા ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા.... લસકાણા વિસ્તારમાં એક ઓવરલોડ ડમ્પરની માટી અને પથ્થરો સીધા તેમની કાર પર પડ્યા હતા. આ ઘટના બાદ મંત્રીએ તાત્કાલિક કાફલો રોકી, રસ્તા પર ઉતરીને કાયદાનું ઉલ્લંઘન કરતા ડમ્પરો જપ્ત કરાવી કડક કાર્યવાહીનો આદેશ આપ્યો.... આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કડક કાર્યવાહીની સૂચના આપી અને લસકાણા પોલીસે 8 ડમ્પરો જપ્ત પણ કર્યા.... તેમ છતાં ડુમસ રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત સમયમાં ડમ્પરો અવરજવર કરી રહ્યા છે. આ ડમ્પરો પાછળ તાડપત્રી પણ નથી, જેના કારણે માટી ઉડીને પાછળના વાહનો અને લોકો પર પડી રહી છે. એલએન્ડટી એન્જિનિયરના મોત બાદ પણ સ્થિતિમાં સુધારો નથી.

-----------------------------
સુરેંદ્રનગર વઢવાણ પૂર્વ ધારાસભ્ય અકસ્માત
-------------------------------
સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલની કારને ડમ્પરે અડફેટે લીધી... ટ્રાફિક જામ દરમિયાન પાછળથી આવતા અશોક લેલેન્ડ ડમ્પરે તેમની સફેદ કિઆ કારને જોરદાર ટક્કર મારી. સદનસીબે પૂર્વ ધારાસભ્યને કોઈ ઇજા તો ન પહોંચી, પરંતુ કારના પાછળના ભાગને ભારે નુકસાન થયું....ઘટના બાદ ધનજીભાઈએ ડમ્પર ચાલક સામે રોષ વ્યક્ત કર્યો અને કાયદેસર કાર્યવાહીની માંગ કરી... . પોલીસે મામલાની તપાસ શરૂ કરી....

-------------------------------
અમદાવાદ રિયાલિટી ચેક
---------------------------------
અમદાવાદ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પરો બેફામ દોડી રહ્યા છે....પ્રદૂષણ અને અકસ્માતો ઘટાડવા માટે લાગુ કરાયેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.ABP અસ્મિતાની ટીમે એક ડમ્પર ચાલકને રોકીને પૂછપરછ કરતાં ચોંકાવનારી વાત સામે આવી. ડમ્પર ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે અન્ય કોઈ પરવાનગી જ નહોતી. ચાલકે કહ્યું કે માલિકે તેનું લાઇસન્સ જમા રાખ્યું છે.રેતી ભરેલા આ ડમ્પરો શહેરના મુખ્ય રસ્તાઓ પર બિન્દાસ ફરી રહ્યા છે, જેના કારણે ધૂળ અને પ્રદૂષણ વધી રહ્યું છે.વૈષ્ણોદેવી સર્કલથી નિરમા યુનિવર્સિટી સુધીના વિસ્તારમાં પ્રતિબંધના બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે....સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી શહેરી વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પરો બેફામ દોડી રહ્યા છે.SG હાઈવે પર ટ્રાફિક પોલીસની આંખ સામે જ ડમ્પરો ધમધમતા ટ્રાફિકમાંથી પસાર થતા જોવા મળ્યા.... ભર બપોરે ઇસ્કોન ચાર રસ્તા પર પણ માટી ભરેલા ડમ્પરોની અવરજવર જોવા મળી.....કન્સ્ટ્રક્શન સાઇટ તરફ જતા આ ડમ્પરોને પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ માટે મંજૂરી છે કે નહીં, તે જોવાની તસ્દી કોઈ લેતું નથી.પ્રતિબંધના નિયમો માત્ર કાગળ પર જ રહી જાય છે...
-----------------------------------
રાજકોટ ડમ્પર રિયાલિટી ચેક
-------------------------------
ડમ્પરના અકસ્માતની વધતી ઘટનાઓને લઈને એબીપી અસ્મિતાએ રાજકોટમાં કર્યું રિયાલિટી ચેક.... પ્રવેશબંધી છતાં હેવી વાહનોનો બેફામ પ્રવેશ ચાલુ જોવા મળ્યો...ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં 150 ફૂટ રિંગ રોડ પર આ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું....માધાપર ચોકડી અને નાગરિક બેંક પાસે ડમ્પરો અને ખાનગી ટ્રાવેલ્સ બેરોકટોક દોડતા જોવા મળ્યા.... ખાનગી બસોને સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશબંધી હોવા છતાં તેઓ માતેલા સાંઢની માફક દોડી રહ્યા છે.બપોરે 2થી 5 વાગ્યા સુધી હેવી વાહનોને મર્યાદિત છૂટ છે, ત્યાર પછી પણ ડમ્પરો દોડતા જોવા મળ્યા. પ્રવેશબંધીના બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.અકસ્માત થયો તો જવાબદાર કોણ? ટ્રાફિક પોલીસ કે આરટીઓ? 
------------------------------------
ગાંધીનગર ડમ્પર રિયાલિટી ચેક
-------------------------------------
ગાંધીનગરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા છતાં ભારે વાહનોનું શહેરમાં દોડવું બેફામ  ચાલુ જોવા મળ્યું.... રોડ નંબર-7 પર સેક્ટર-30 સર્કલથી ત્રણ રસ્તા સુધી સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ABP અસ્મિતાની ટીમને મોટા ડમ્પર, ટ્રેલર અને ટ્રકો પસાર થતા જોવા મળ્યા.ઘણા વાહન ચાલકોને પોતે આ પ્રતિબંધની જાણ પણ નહોતી. સેક્ટર-30 અને પ્રેસ સર્કલ સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. ટ્રાફિક વ્યવસ્થાપન અને અમલવારીમાં સ્પષ્ટ અભાવ જોવા મળ્યો....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget