Hun To Bolish : હું તો બોલીશ : એકતાનો પ્રકાશ
Hun To Bolish : હું તો બોલીશ : એકતાનો પ્રકાશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે....કેવડીયામાં 25 ઇ -બસોને લીલી ઝંડી આપવામાં આવી..ત્યારબાદ પ્રધાનમંત્રી નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-1 પર પહોંચ્યા...જ્યાંથી 1220 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.....સરદાર પટેલના સ્મારક સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ લોકાર્પણ કર્યું....આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરશે.. બાદમાં કેવડિયામાં યોજાનાર 'રાષ્ટ્રીય એકતા પરેડ'ને નિહાળશે.. દિલ્હીની પરેડની જેમ જ મુખ્ય માર્ગ પર આ ઐતિહાસિક પરેડ યોજાવાની છે, જેના માટે છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળોના 5000થી વધુ જવાનો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે....પરેડ બાદ SOU ખાતે IAS - IPS સહિત 800 જેટલા લોકોને સંબોધન કરશે.. અને 12 વાગ્યે કેવડિયાથી વડોદરા પહોંચી... 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે..





















