Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું સુરતના નાસિરનગરના ડિમોલિશનનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે... સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા આ ડિમોલિશન સાથે ગૂંથાયેલા છે...વેડ રોડ પર આવેલી સંજય લાખાણી અને શૈલેષ બગદાણા નામના બિલ્ડર્સની બાંધકામ સાઈટની બાજુમાં જ વર્ષો જુના નાસિરનગરનું ડિમોલિશન કરવામાં આવ્યું.....પહેલા ડિમોલિશન કોણે કરાવ્યું એ કોઈને ખબર નહોતી... અને હવે ડિમોલિશનના 13 દિવસ પછી કોર્પોરેશનના એડિશનલ સીટી ઈજનેર આશિષ નાયક સુરત મનપાની સાઈટ પર વીડિયો અપલોડ કરી ડંફાસ મારે છે કે નાસિરનગરમાં થયેલું ડિમોલિશન સુરત મનપા અધિકૃત થયું હતું..આ કોઈ ભુતિયા ડિમોલિશન નથી....ઉપરથી આશિષ નાયકે તો એવો દાવો કર્યો કે એકતરફી પ્રચારના કારણે મનપાના અધિકારીઓ પર દબાણ વધી ગયું છે...
ડિમોલિશનની હકિકત,સત્ય અને સ્પષ્ટતા માટે એબીપી અસ્મિતાએ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત પોલીસ કમિશનરને આહ્વાન કર્યું....'ભૂતિયા ડિમોલિશન' મુદ્દે લાઈવ ચર્ચા કરવા બંને કમિશ્નરોને એબીપી અસ્મિતાના પ્લેટફોર્મ પર આવવા આહ્વાન કર્યું....ેદિવસ દરમિયાન અથવા તો 'હું તો બોલીશ'માં ચર્ચા કરવા અને તે માટે સુરતના સંવાદદાતા ધનરાજ બાગલેનો પ્રશાસન સંપર્ક કરી શકે તે માટે આહવાન કર્યું...એટલું જ નહીં પ્રશાસન તરફથી કોઈપણ જવાબદાર અધિકારી મુકી શકે ,પ્રશાસનને પોતાની વાત કહી શકે તે માટે abp અસ્મિતાએ પ્લેટફોર્મ આપવાની તૈયારી બતાવી...એટલું જ નહીં શહેરી વિકાસ કે ગૃહ વિભાગમાંથી કોઈપણ ચર્ચામાં જોડાવવા માગે તો પણ અમે તૈયારી દર્શાવી......






















