શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ખંડણીખોર

Hun To Bolish : હું તો બોલીશ : ખંડણીખોર

સુરત ચિરાગ ગોટી કેસ

107 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક ચિરાગ ગોટીનાં પાપનો ઘડો આખરે ભરાયો. છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપી નેપાળ સહિતનાં સ્થળોએ ભાગતાફરતા કુખ્યાત ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે.

ભોગ બનનાર જિજ્ઞેશ વ્યાસ - 
ચિરાગ ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કાળાં કારનામાં પણ બહાર આવવા લાગ્યાં છે. ભોગ બનનાર જિજ્ઞેશ વ્યાસ નામની વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે ચિરાગ ગોટીએ તેમની પાસેથી કુલ 23 કરોડ રૂપિયા પડાવી લીધા છે. જિજ્ઞેશભાઈએ હિતેશ મકવાણા પાસેથી લીધેલા ડાયમંડના માલ પેટે સિક્યોરિટી તરીકે પ્લોટ આપ્યા હતા, જેમાં ચિરાગ ગોટીએ વચેટિયા તરીકે ઘૂસીને માર મારીને અન્ય પ્લોટો પણ લખાવી લીધા હતા.

અન્ય એક યુવક પર આતંક
ગાદલા પર સુવડાવીને લાકડીથી ફટકારતો વીડિયો વાઇરલ
સોશિયલ મીડિયા પર ચિરાગ ગોટીના અત્યાચારનો વધુ એક વીડિયો પણ વાઇરલ થયો, જેમાં એક યુવકને ચિરાગ ગાદલા પર સુવડાવીને લાકડીથી ફટકારતા નજરે પડી રહ્યો છે. યુવક બે હાથ જોડીને માફી માગી રહ્યો છે છતાં પણ ચિરાગ યુવકને લાકડીથી ઢોરમાર મારતો દેખાઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટની ટકોર
ચિરાગના ભાઈ નિરાંતે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટીને મુખ્ય સૂત્રધાર ગણાવી બે અઠવાડિયાંમાં સરેન્ડર થવા અલ્ટિમેટમ આપ્યું હતું. આખરે એડવોકેટ મારફત ચિરાગે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે.

ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ખોટા કેસમાં ફસાવ્યો
આ સમગ્ર મામલાની શરૂઆત 10 મહિના પહેલાં થઈ હતી, જ્યારે સુરતના વેડરોડ ગુરુકુલ પાસેથી અલ્પેશ મિયાણી નામના શખસને 70 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો, જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો. આ અદાવત રાખીને ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો. આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

=====================================================

ગાંધીનગર ખંડણી ખોર..... 

ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગર કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજમલ રબારીની ધરપકડ કરી લીધી છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરત સુખાભાઇ રબારીએ ઓર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપવા તેના સાગરીતો હરીભાઇ સુખાભાઇ રબારી, અજમલ સુખાભાઇ રબારી ,બળદેવભાઇ વિરમભાઇ રબારી,ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ અને રવિ સેવંતીભાઇ નાયીની ગેંગ બનાવી હતી.

50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
આ ગેંગે ગંભીર પ્રકારના મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ આચરી ગાંધીનગર, અમદાવાદ , પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. માથાભારે ભરત રબારી સહિતની ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ડી.બી.વાળા તથા જે.જે.ગઢવીએ તપાસ કરતાં તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી
જેથી, ગેંગનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્રારા ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, બળજબરીથી લૂંટ ચલાવવી, આર્મ્સ એકટ, ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે હુલ્લડ કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવા સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયા હતા .આ ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો જમીન પચાવી પાડવી, હથિયારો વડે હુમલો કરવો અને વેપારીઓ પાસેથી લાખોની ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.

જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો છે તો પોલીસનો સંપર્ક કરે
વધુમાં એસ.પી.એ ઉમેર્યું કે,ગેંગનો મુખ્ય સૂત્રધાર ભરત રબારી તેમજ તેના સાથીદારો હરીભાઇ રબારી, બળદેવભાઇ રબારી હાલ પાટણ સબ જેલ ખાતે કસ્ટડીમાં છે. જેઓને ટ્રાન્સફર વોરંટથી લઈ આવવામાં આવશે. હાલમાં પોલીસે અન્ય એક આરોપી અજમલ રબારીની ધરપકડ કરી છે.જ્યારે ભોજાભાઇ ભરવાડ અને રવિભાઇ નાયી હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે વોન્ટેડ છે. જનતાને અપીલ છે કે, જો કોઈ નાગરિક આ ગેંગનો ભોગ બન્યો હોય તો તેઓ કોઈપણ ડર વગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અથવા નાયબ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. વધુમાં આ ગેંગને આર્થિક મદદ કરનાર કે આશરો આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની એસપીએ ચેતવણી આપી છે.

રાધનપુર હોટલ માલિક પર હુમલો કરી 50 લાખની માંગણી કરતા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ..હુમલાખોરો રાત્રિના સમયે રિવોલ્વર અને લાકડીઓ સાથે ઘસી આવ્યા.. હોટલ માલિક પર અદાવત રાખી કરવામાં આવ્યો હુમલો.. રિવોલ્વર લોડ કરી મારી નાખવાની કરી કોશિશ.. 
ઘટના ને પગલે પોલીસ આવી પહોચતા 4 હુમલાખોરો જબ્બે અન્ય 2 શખ્સો ફરાર થઈ ગયા
મારામારીની ઘટનામાં બે થી વધુ લોકો ઘાયલ થયા.. સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે નોધાઇ પોલીસ ફરિયાદ.. અગાઉ થયેલ પોલીસ ફરિયાદ બાબતે મનદુઃખ રાખી કર્યો જીવલેણ હુમલો.. હુમલો કરનાર ચાર ગટના સ્થળે થી આરોપી ને પોલીસે ગણતરી ના કલાક માં પકડી પાડ્યા હતા..પોલીસ પકડ્યા બાદ કોટ માં રજુ કર્યા હતા અને કોટ દ્વારા બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા... રિમાન્ડ બાદ આરોપી ને સુજનીપૂર જેલ હવાલે કર્યા

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget