Hun To Bolish : હું તો બોલીશ : દાનવ
Hun To Bolish : હું તો બોલીશ : દાનવ
મહેસાણા જિલ્લામાં લાઘણજ પોલીસ સ્ટેશનની હદમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની....સ્ટેશનરીની દુકાન પર વિદ્યાર્થીનીઓ જ્યારે પુસ્તકો કે અન્ય વસ્તુ ખરીદવા આવે ત્યારે આ નરાધમ શંકર પ્રજાપતિ શારીરીક અડપલા કરતો હતો...આ ઘટનાની જાણ વિદ્યાર્થનીના પિતાને થતા ફરિયાદ નોંધાઈ...પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે....
બે દિવસ પહેલા વડોદરાના હરણીમાં આવેલી અંબે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ વ્યાયમ શિક્ષક પર છેડતીના આરોપ લગાવ્યા.... વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો કે વ્યાયમ શિક્ષક પંથેશ પંચાલ શારિરીક અડપલા કરે છે..... શિક્ષકની કરતૂત અંગે જાણ થતાં વાલીઓ વિદ્યાર્થિનીઓ સાથે સ્કૂલે પહોંચ્યા અને હોબાળો મચાવ્યો....વાલીઓના હોબાળાના કારણે શાળા સંચાલકોએ તાત્કાલિક ધોરણે વ્યાયમ શિક્ષક પંથેશ પંચાલને ટર્મિનેટ કર્યો... જોકે વાલીઓએ શાળા સંચાલકો સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી છે....
સુરતના ભેસ્તાન વિસ્તારમાં નરાધમની વિકૃતતાના સીસીટીવી જોજો....આ વીડિયો 5 જાન્યુઆરીનો છે.... મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી તેના બદઈરાદા સાથે બાળકીની પાસે આવ્યો.. સાયકલ પર રમતી એક બાળકીને ઉંચકીને આ નરાધમે શારીરિક છેડતી કરી.....પણ ત્યારે જ એક વ્યક્તિ આવી જતા નરાધમે બાળકીને છોડી દીધી..આટલેથી આ નરાધમ અટક્યો નહીં.. વ્યક્તિના જતા જ તેણે બીજી બાળકી સાથે પણ આ જ રીતે શારીરિક છેડતી કરી....આ મુદ્દે ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી....
17 ફેબ્રુઆરીની ઘટના....ભરૂચમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું....સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો બે સગીરો પર.. સગીરા ઘરમાં એકલી હતી ત્યારે જ બે સગીરો આરોપીઓએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યુ.. એટલુ જ નહીં.. સગીર આરોપીઓએ સગીરાનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો.....જો કે સમગ્ર ઘટના બાદ એ ડિવિઝન પોલીસે પોક્સો, એટ્રોસિટી, સાયબર એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંન્ને સગીર આરોપીઓની ધરપકડ કરી જુવેનાઈલ હોમ મોકલવામાં આવ્યા..
નવસારી જિલ્લાના ખેરગામમાં કૌટુંબિક કાકા પર લાગ્યો સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરવાનો આરોપ.. પીડિતાના માતાપિતા મજૂરીએ ગયા બાદ કૌટુંબિક કાકા ઘરે આવીને સગીરા પર દુષ્કર્મ ગુજારતો....સગીરા ગર્ભવતી બનતા હેવાન કૌટુંબિક કાકાના પાપનો પર્દાફાશ થયો.. ફરિયાદના આધારે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી
ભાવનગર જિલ્લાના મહુવામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયું...શ્રમિક પરિવાર મજૂરીની શોધમાં મહુવામાં રહેતા મિત્ર ભરત દૂધરેજીયાના ઘરે આવ્યો હતો....બાળકીનો પરિવાર તેને ઘરે મુકીને કામ માટે બહાર ગયો...ત્યારે પિતાના મિત્રએ બાળકીને ઓરડીમાં બોલાવી દુષ્કર્મ આચર્યું...સમગ્ર મુદ્દે બાળકીએ માતા-પિતાને જાણ કરતા બગદાણા પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી...
જામનગરના સિક્કામાં કૌટુંબિક મામા પર લાગ્યો આરોપ પોતાની જ 8 વર્ષની ભાણેજની હત્યાનો.. આઠ વર્ષની ભાણેજ સાથે પહેલા એ નરાધમ કૌટુંબિક મામાએ શારિરીક અડપલા કર્યા.. અને બાદમાં માસૂમનું માથુ પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારી દીધી....પોલીસે નરાધમની અટકાયત કરી...
રાજકોટ શહેરમાં સગીર વયના બાળકોને અભ્યાસ અર્થે મોબાઇલ આપનારા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે.... સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 15 વર્ષની સગીરા 18 વર્ષના યુવકના સંપર્કમાં આવી....ત્યારબાદ આરોપીએ અંગત પળોનો વીડિયો બનાવી બે વખત દુષ્કર્મ આચાર્યું....જાનથી મારી નાખવાની ધમકી પણ આપી...પોલીસે 18 વર્ષના આરોપી ધવલ દાદુકીયાની ધરપકડ કરી લીધી છે...
રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક....જેમણે મહેસાણાની જે.એમ ચૌધરી સ્કૂલની 60 વિધાર્થિનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી...અને વિદ્યાર્થીનીઓને મહિલા અંગેના કાયદા, સાયબર ગુનાઓ, વ્યક્તિગત સુરક્ષા અંગેની જાણકારી આપવામાં આવી...દીકરીઓમાં કાનૂની જાગૃતિ વધે અને પોતાનું રક્ષણ કરી શકે તે માટે સાંસદ મયંક નાયકે ઉમદા પહેલ કરી છે....





















