Hun To Bolish : હું તો બોલીશ : નદીઓમાં અનિયંત્રિત પ્રદૂષણ?
Hun To Bolish : હું તો બોલીશ : નદીઓમાં અનિયંત્રિત પ્રદૂષણ?
રાજકોટના જેતપુરમાં જેવો વરસાદ પડે અને પ્રદૂષણ માફિયાઓ થઈ જાય છે બેફામ...પ્રશાસનનો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કોઈ ડર ન હોય તેમ વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડી રહ્યા છે આ કેમિકલમાફિયાઓ...જેના કારણે પાંચપીપળીયા અને કેરાળી વચ્ચેથી પસાર થતી ભાદર નદીનું પાણી કાચ જેવું નહીં પણ સાબુના ફીણ જેવું દેખાઈ રહ્યું છે....એટલું જ નહીં ભાદર નદીના આ જ દૂષિત પાણી ભાદર-2 ડેમમાં ઠલવાય છે...અને આ જ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાનું પાણી વિતરણ કરાય છે....જેના કારણે લોકોના આરોગ્ય અને ખેડૂતોના પાક તેમજ જમીનને ઘણું નુકસાન થઈ રહ્યું છે...પણ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનનું કહેવું છે કે આ પ્રદૂષિત પાણી ગેરકાયદે એકમો છોડે છે અને તેમને ખોટી રીતે ભોગવવું પડે છે....
---------------
21 મેએ પણ ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું....
=============
8 ઓગસ્ટે દુષિત અને કેમિકલયુક્ત પાણી કડી તાલુકાના કરશનપુરા ગામમાં છોડવામાં આવ્યું...કેટલીક ખાનગી કંપનીઓનું કેમિકલયુક્ત અને પ્રદુષિત પાણી ખેતરમાં ફરી વળતુ હોવાનો ખેડૂતોનો આરોપ છે.....ખાનગી કંપની, કલેક્ટર અને GPCB વિભાગને અનેક રજૂઆત કર્યા ચતા કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે.. દુષિત પાણી તાત્કાલિક બંધ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે....ખેતરોમાં દુષિત પાણી ફરી વળતા ડાંગર સહિતના પાકને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે નુકસાન..
=============
અમરેલી જિલ્લામાં કેમિકલ માફિયાઓ બન્યા છે બેફામ...9 ઓગસ્ટના દ્રશ્યો છે....મોટા લીલીયામાં કેમિકલ જેવો પદાર્થ નાખવાથી નિલકંઠ સરોવરનું પાણી લીલુછમ થઈ ગયુ.. મોટા લીલીયાના સરપંચે જાણ કરતા મામલતદાર સહિત સ્થાનિક પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક નિલકંઠ સરોવર પહોંચ્યા.. નિલકંઠ સરોવરમાંથી પાણીના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા....
----------------------
24 મેએ સુરત જિલ્લામાં ઉદ્યોગોને લીધે વધી રહેલા પ્રદૂષણને લઈને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉદ્યોગપતિની બેઠક બોલાવી અને ચીમકી આપી દીધી હતી...કે જો પ્રદૂષણ બંધ નહીં કરો તો ઉદ્યોગો બંધ કરવાની રાખજો તૈયારી...





















