Hun To Bolish : હું તો બોલીશ : સિંહ બીમાર કે કુપોષણનો શિકાર?
ગીરમાં સિંહની જુગલ જોડી જય-વીરુની વિદાયથી એક યુગનો અંત. 12 જૂને વીરુનું થયું હતું મોત. હવે જયનું પણ થયું મોત. દોઢ મહિનામાં બંને સિંહના મોતથી દશકાના દબદબાની વિદાય. જય-વીરુ અન્ય સિંહ સાથે અલગ-અલગ ઈનફાઈટમાં થયા હતા ઘાયલ. બંનેની સારવાર ચાલુ હતી. પહેલાં વીરુનું મોત થયું. 29 જુલાઈએ સાંજે જયનું મોત થયું.
ગુજરાતની આન, બાન અને શાન એવા એશિયાટિક સિંહ. જેના પર ફરી એકવાર સંકટ ઉભુ થયું છે. જાફરાબાદ રેન્જમાં પાંચ દિવસ પૂર્વે ત્રણ સિંહબાળના મોત થયા. પણ આ સિંહબાળના મોત કેમ થયા તે મુદ્દે અલગ મતમતાંતર છે. આવો જોઈએ કોણ શું કહે છે.
રાજુલાના ભાજપ ધારાસભ્ય હીરા સોલંકી. જેને વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાને 31 જુલાઈના પત્ર લખ્યો. જેમાં રજૂઆત કરી કે શેત્રુંજી ડિવીઝન અને ધારી પૂર્વ ગીર ડિવીઝનમાં છેલ્લા બે મહિનામાં અનેક સિંહોના મૃત્યુ થયા. આ સિંહોના મોત કોઈ રોગના વાયરસથી થયાનું જાણવા મળ્યું છે. આટલું જ નહીં ધારાસભ્યએ વનવિભાગના અધિકારીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા કે બે મહિનાથી મોતનો સિલસિલો શરૂ થયો છે. જો તાત્કાલિક યોગ્ય તપાસ કરી હોત તો સિંહબાળના મૃત્યુના બનાવો અટકાવી શકાયા હોત. વનમંત્રીને લખેલા પત્રમાં હીરા સોલંકીએ તો એ પણ ઉલ્લેખ કર્યો કે રેન્જના અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતના લીધે સિંહોના મૃત્યુના બનાવો બન્યા હોવાનું ફલિત થાય છે. સિંહો માટે પીવાના પાણી માટે પોઈન્ટ અગત્યના છે પણ આવી કોઈ વ્યવસ્થા જ નથી. મારા મત વિસ્તારમાં રેસ્ક્યુ સેન્ટરો બનાવેલા છે પરંતું કોઈ કારણોસર કાર્યરત જ થયા નથી. તો જંગલમાં પેટ્રોલિંગ માટે વન વિભાગ પાસે 100 ગામ વચ્ચે માત્ર એક જ વાહન છે. સિંહોમાં જે વાયરસ ફેલાયો હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી થવી અનિવાર્ય છે....





















