Hun To Bolish : હું તો બોલીશ : તાલીબાની સજા
ભાવનગરમાં બે યુવકોને અપાઈ તાલિબાની સજા... નિર્વસ્ત્ર કરીને ઢોર માર મરાયો. ઘટના 13 જૂનની છે. ભાવનગરના ટોપ થ્રી સર્કલ પરથી પહેલાં તો બંને યુવકનું અપહરણ કરાયું. બાદમાં અવાવરું જગ્યાએ લઈ જઈ નિર્વસ્ત્ર કરીને માર મરાયો. 2 શખ્સો બંને યુવક પર લાકડીથી તૂટી પડ્યા. તો એકે તાલિબાની સજા અપાયાનો વીડિયો ઉતાર્યો. ગુંડાતત્વોએ જ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરતાં ઘટના ઉજાગર થઈ. ભોગ બનનાર યુવકના પરિવારજનોનો આરોપ છે કે, 3 દિવસથી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છીએ. પરંતુ પોલીસ ફરિયાદ જ નથી નોંધતી.
ભાવનગરમાં ફરી એકવાર ઉડ્યા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા.. અપહરણ કરીને ગુંડાતત્વોએ બે યુવકોને આપી તાલીબાની સજા. 13 મે 2025એ આરોપીઓ ટોપ થ્રી સર્કલથી બે યુવકોનું અપહરણ કર્યુ. બાદમાં અવાવરૂ સ્થળ પર લઈ જઈને બંન્નેને ઢોર માર માર્યો. નગ્ન કરીને બંન્નેને ઢોર માર મારવામાં આવ્યો. આટલેથી મન ન ભરાતા ગુંડાતત્વોએ લાકડીથી બંન્ને યુવાનો પર બેરહેમીથી તુટી પડ્યા.. બે ગુંડાતત્વો યુવાનોને ઢોર માર મારતા રહ્યા. જ્યારે એક યુવક તાલીબાની સજાનો વીડિયો ઉતારતો રહ્યો.. વીડિયો ઉતારીને ગુંડાતત્વએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર વીડિયો અપલોડ કરતા સમગ્ર ઘટના ઉજાગર થઈ





















