Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
રાજ્યમાં પોલીસ કર્મચારી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હોય તેવી પ્રથમ ઘટના બની. સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ હેડ કોંસ્ટેબલ સાજના આહિરની કરજણથી પકડાયેલા 1.75 કરોડના દારૂના ગુનામાં સંડોવણી ખૂલતા તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો. 19 જુલાઈના વડોદરાના કરજણથી LPG ટેન્કરની આડમાં લઈ જવાતો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના જ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે સપ્લાયર પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતાં. રૂપિયા આપવા છતાં થોડા સમયમાં જ દારૂ ભરેલું ટેન્કર જિલ્લા LCBએ ઝડપી પાડ્યું હતું. ખુદ દારૂ સપ્લાયરે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી. સાજન આહિરે 15 લાખ રૂપિયા ગાંધીનગરના આર.કે.આંગડિયા મારફતે મગાવ્યા હતાં. જેમાં હાર્દિક નામનો એક શખ્સ પાંચ લાખ તો જૂનાગઢના રાકેશને 10 લાખ મોકલાયા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારી ઝડપાતા તેને સસ્પેન્ડ કરી દેવાયા. ત્યારબાદ આજે આરોપી સાજન આહિર વિરૂદ્ધ આખરે ગુજસીટોકનો ગુનો નોંધાયો.





















