શોધખોળ કરો
સાંસદ મનસુખ વસાવાએ બિન આદિવાસીઓને ખોટી રીતે આદિવાસીના પ્રમાણપત્ર આપવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો, જુઓ વીડિયો
નવી દિલ્હી: સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બિન આદિવાસીઓને ખોટી રીતે આદિવાસીના પ્રમાણપત્ર આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આ 4 રાજ્યોમાં કેટલાક બિન આદિવાસીઓને આદિવાસી તરીકેના પ્રમાણપત્ર ખોટી રીતે અપાયા હતા. જે લોકો આ બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી સહિતના આદિવાસીને મળતા લાભો મેળવી રહ્યા છે. જેથી મૂળ આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ખોટી રીતે સર્ટિફિકેટ બિન આદિવાસીઓને અપાયા હોવાની બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેના કારણે તેઓને ધાક ધમકીઓ પણ અપાઈ હતી અને રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. તેઓ અવારનવાર આ બાબતે પ્રશ્ન ઉઠાવતા હોય છે. કેન્દ્રીય આદિજાતી વિકાસ મંત્રીએ આ મુદ્દે તપાસની ખાતરી આપી હતી.

દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ