Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
અમરેલી જિલ્લામા ઘીમીઘારે વરસાદ શરૂ. અમરેલી જિલ્લા ના કુકાવાવ પંથકમાં ઘીમીઘારે વરસાદ શરૂ. ઘીમીઘારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.લાંબા વિરામ બાદ યાત્રાધામ અંબાજીમાં વરસાદ. રસ્તા પર ભરાયા પાણી . અંબાજીના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો કાળા ડિબાગ વાદળો ઘેરાયા . ઘણાં દિવસો વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવી . ભારે પવન અને સુસવાટા સાથે વરસાદ . અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ.
કચ્છના અબડાસા- લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ... બપોર બાદ વરસાદની થઈ શરૂઆત... અબડાસાના બાલાચોડ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ... લખપતના એકતાનગરમાં વરસાદ... નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ... ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસ્યા...
મહેમદાવાદ,મહુધા વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો. લાંબા વિરામ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી. ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ મુસળધાર વરસાદ ની શરૂઆત થઇ. હવામાન ખાતાની આગાહીના ભાગ રૂપે મહેમદાવાદ મહુધા સહીતના વિસ્તારમાં વરસાદ. આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો વરસાદી આનંદમાં ભીંજાયા.



















