Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Devayat Khavad news: ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં હતા. જોકે, હવે આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. સનાથલના ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ વચ્ચે ઔપચારિક રીતે સમાધાન (Compromise) થઈ ગયું છે. ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં બંને પક્ષોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને જૂની અદાવત ભૂલાવી દીધી છે. જાણો, શું હતો સમગ્ર મામલો.
વિવાદનો અંત: મીઠાઈ સાથે જૂની કડવાશ ભૂલાવી
છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના સોશિયલ મીડિયા અને સાહિત્ય જગતમાં દેવાયત ખવડ અને સનાથલના ક્ષત્રિય પરિવાર વચ્ચેનો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો. આખરે, બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં રાહતના સમાચાર મળ્યા છે. તાજેતરમાં દેવાયત ખવડ અને ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા. ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ (Dhruvrajsinh Chauhan) ની ઉપસ્થિતિમાં, ખવડે સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો હતો.
સનાથલ ડાયરાથી શરૂ થઈ હતી બબાલ
આ સમગ્ર વિવાદના મૂળમાં એક ડાયરાનો કાર્યક્રમ (Dayro Program) હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદના સનાથલ ખાતે 20 February ના રોજ એક ડાયરો યોજાયો હતો, જેમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા. આ બાબતે ચૌહાણ પરિવાર અને ખવડ વચ્ચે મનદુઃખ થયું હતું અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ કથિત રીતે ખવડની ગાડી પર હુમલો થયો હતો અને સામસામે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ હતી.





















